SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ આચાર્યભક્તિ ભાવના જે આટલા ગુણના ધારક હોય તેને પ્રાયશ્ચિત્તસૂત્ર ભણાવીને ગુરુ પિતાનું આચાર્યપદ તેને આપે છે. જે મહા કુળમાં ઊપજેલે હય, વ્યવહાર પરમાર્થને જાણતે હેય, જેણે કોઈ વખતે પિતાના મૂળ ગુણેમાં અતિચાર લાગવા દીધે ન હેય, ચારે અનુગરૂપ સમુદ્રના પારગામી હેય, વૈર્યવાન હોય, પરિષહ જીતવામાં સમર્થ હોય, દેવના કરેલા ઉપસર્ગથી પણ ચલાયમાન ન થાય એવા હેય, વક્તાપણાની શક્તિવાળા હોય, વાદી પ્રતિવાદીઓને જીતવામાં સમર્થ હોય, વિષયેથી અત્યંત વિરક્ત હોય, ઘણા વખત સુધી ગુરુકુળ સેવ્યું હોય, સર્વ સંઘને માન્ય હોય, પહેલેથી સમસ્ત સંઘ જેની આચાર્યપદની યેગ્યતા જાણતા હોય, તે જ ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્તસૂત્રને જ્ઞાતા થઈને આચાર્યપણું પામવા ગ્ય છે. તે પ્રાયશ્ચિત્ત દઈ શકે છે. જેવી રીતે ઊંટવૈદ્ય દેશ, કાળ, પ્રકૃતિ આદિ જાણતું નથી તે રેગીને મારે છે તેવી રીતે ઉપર જણાવ્યા તેવા ગુણ વિનાને વ્યવહાર સૂત્ર રહિત આચાર્ય મૂઢ ગણાય છે. સંઘમાં કેઇ રેગી હોય, વૃદ્ધ હોય, અશક્ત હોય, બાળ હોય કે કેઈએ સંન્યાસ (સંથારો-મરણ વખતની વિધિ) ગ્રહણ કર્યો હોય તેની સેવા-ચાકરી માટે નીમેલા જે મુનિ હોય તે તે વૈયાવૃન્ય (સેવા) કરે જ. પરંતુ આચાર્ય પિતે પણ સંઘના મુનીશ્વરમાંથી કોઈ અશક્ત થઈ જાય તેને ઉઠાડવા, બેસાડવા, સુવાડવા, મળમૂત્ર કફ વગેરે તથા લેહી પાચ વગેરે શરીરથી દૂર કરવાનું, ધવાનું, પ્રાસુક ભૂમિમાં લઈ જઈને સ્થાપવાનું (પરઠવવાનું), ધર્મોપદેશ દેવાનું, ધર્મ ગ્રહણ કરાવવાનું, ઇત્યાદિ કામ–સેવા આદર
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy