________________
૨૧૮
સમાધિ-સંપાન મહા ભૈર્યવાન પ્રબળ બુદ્ધિના ધારક હોય તે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ક્રિયા, પરિણામ, ઉત્સાહ, સંહનન, પર્યાય (દીક્ષાને કાળ) અને શાસ્ત્રજ્ઞાન, પુરુષાર્થ આદિ સારી રીતે જોણી, રાગ-દ્વેષ રહિત થઈને પ્રાયશ્ચિત્ત આપે છે. જેનામાં એવી પ્રવીણતા હોય કે આને આવું પ્રાયશ્ચિત્ત આપવાથી એનાં પરિણામ ઉજજવળ થશે અને દોષને અભાવ થશે. વતેમાં દ્રઢતા થશે તે જાણે. જેને આહારની યેગ્યતાઅગ્યતાનું જ્ઞાન હેય, આ ક્ષેત્રમાં આવું પ્રાયશ્ચિત્ત પાળી. શકાય કે આ ક્ષેત્રમાં આ ન પાળી શકાય? આ ક્ષેત્રમાં વાત, પિત્ત, કફ, શીત કે ઉષ્ણતાની અધિકતા છે, હીનતા. છે કે સમપણું છે? આ ક્ષેત્રમાં મિથ્યાષ્ટિઓ વધારે છે કે ઓછા છે? ધર્માત્માઓ વધારે છે કે ઓછા છે? પ્રાયશ્ચિત્ત પળશે કે નહીં? સંઘયણની હીનતા કે અધિકતા છે? બળ વધારે કે ઓછું છે? આ ઘણું કાળને દીક્ષિત છે કે નવીન દીક્ષા લીધેલ છે? સહનશીલ છે કે કાયર છે? બાળ, યુવાન કે વૃદ્ધ અવસ્થા છે? આગમને જાણકાર છે કે મંદજ્ઞાની છે? પુરુષાર્થ છે કે આળસુ છે? ઈત્યાદિ માહિતી મેળવીને એવું પ્રાયશ્ચિત્ત આપે કે ફરી દોષરૂપ આચરણ ન કરે, પહેલાં કરેલે દોષ દૂર થાય તે પ્રમાણે સૂત્રને અનુકૂળ પ્રાયશ્ચિત્ત દે. - જે ગુરુની પાસે પ્રાયશ્ચિત્તસૂત્ર શબ્દ, અર્થ સહિત ભ ન હોય અને બીજાને પ્રાયશ્ચિત્ત આપે છે તે સંસારરૂપ કાદવમાં ડૂબે છે, અપયશ પ્રાપ્ત કરે છે તથા ઉન્માર્ગને ઉપદેશ કરી, સમ્યક્રમાર્ગને નાશ કરી મિથ્યાદ્રષ્ટિ થાય છે.