________________
આચાર્યભક્તિ ભાવના
૨૧૭ મુનિજન ધર્મમાં શિથિલ થઈ જાય તે મહા અનર્થ થાય આ મનુષ્ય આહારમય છે, આહારથી જીવે છે, આહારની જ નિરંતર વાંછા કરે છે. પણ જ્યારે રેગના કારણથી તથા ત્યાગ કરવાથી આહાર છૂટી જાય ત્યારે દુઃખને લીધે જ્ઞાન ચારિત્રમાં શિથિલ થઈને ધર્મધ્યાનથી રહિત થઈ જાય તે બહુશ્રુત ગુરુ એ ઉપદેશ કરે છે જેથી સુધા, તૃષા, રેગ આદિની વેદનાવાળા શિષ્યને ધર્મને ઉપદેશરૂપ અમૃતનાં પાન તથા શિક્ષારૂપ ભેજન વડે તે વેદના રહિત થાય. બહુશ્રુત ધારકના આધાર વિના ધર્મ રહે નહીં તેથી આધારવાન આચાર્ય હેય તેનું જ શરણ ગ્રહણ કરવું
ગ્ય છે.
શિષ્ય વેદનાથી પીડાતે હોય ત્યારે તેના હાથ, પગ, માથું દાબવા વગેરે વડે તથા મીઠાં વચન કહેવા વડે દુઃખ દૂર કરે. પૂર્વે જે અનેક સાધુઓએ ઘેર પરિષહ સહન કરીને આત્મકલ્યાણ કર્યું છે, તેમની કથા કહીને તથા દેહથી ભિન્ન આત્માને અનુભવ કરાવીને વેદના રહિત કરે. હે મુનિ! આ વખતે દુઃખમાં ધીરજ ધારણ કરે. સંસારમાં કોને કોને દુઃખ આવી નથી પડ્યાં અને તેણે ન ભેગવ્યાં? વીતરાગનું શરણ ગ્રહણ કરશે તે દુઃખને નાશ કરી કલ્યાણ પામશે ઈત્યાદિ ઘણા પ્રકારે કહીને માર્ગથી ચળવા ન દે તેથી આધારવાન ગુરુનું જ શરણ કરવા ગ્ય છે.
જે વ્યવહાર પ્રાયશ્ચિત્તસૂત્રના જ્ઞાતા હોય. એટલે પ્રાયશ્ચિત્તસૂત્ર આચાર્ય થવા યંગ્ય હોય તેને જ ભણાવે છે. બીજાને ભણવા યોગ્ય નથી. જે જિને આગમના જ્ઞાતા અને