________________
૨૧૬
સમાધિ-સે પાન જેને જિનેન્દ્ર પ્રરૂપેલા ચાર અનુયેગને આધાર હોય, સ્વાવાદ વિદ્યાના જે પારગામી હોય, શબ્દવિદ્યા, ન્યાયવિદ્યા, સિદ્ધાંતવિદ્યાના પારગામી હોય, પ્રમાણ નય નિક્ષેપ વડે, સ્વાનુભવ વડે ભલી રીતે જેણે તને નિર્ણય કર્યો હોય તે આધારવાના છે. જેને શ્રતને આધાર નથી તે શિષ્યના સંશય તથા એકાંતરૂપ હઠ તથા મિથ્યા આચરણનું નિરાકરણ કરી શકે નહીં.
. અનંતાનંત કાળથી પરિભ્રમણ કરતા જીવને મનુષ્યભવ પામ અતિ દુર્લભ છે, તેમાં પણ ઉત્તમ દેશ, જાતિ, કુળ, ઇદ્રિયપૂર્ણતા, દીર્ઘ આયુષ્ય, સત્સંગતિ, શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ, એ ઉત્તરોત્તર દુર્લભ સંયેગે પામવા કઠણ છે.
અલપજ્ઞાની ગુરુની પાસે રહેનારા શિષ્યને યથાર્થ ઉપદેશ નહીં મળવાથી પિતાના યથાર્થ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થવાથી સંશય રહી જાય; મેક્ષમાર્ગને અતિ દૂર કે અતિ કઠિન જાણું રત્નત્રય માર્ગથી ચળી જાય, સત્યાર્થ ઉપદેશ વિના વિષય કષાયમાં ફસાઈ રહેલા મનને તેમાંથી મુક્ત કરવા તે સમર્થ ન થાય કે રેગથી ઉત્પન્ન થયેલી વેદના કે ઘર ઉપસર્ગ પરિષહને લીધે પરિણામ ચળી જાય ત્યારે શ્રતના અતિશયરૂપ ઉપદેશ વિના પરિણામ સ્થિર કરવા કેઈ સમર્થ નથી. મરણ આવી પહોંચે ત્યારે સંન્યાસ (સંથારે–આહારત્યાગ)ના અવસરે આહાર પાણીના ત્યાગને અવસર, દેશ, કાળ, મદદ કરનાર, સામર્થ્યના ક્રમને જાણ્યા વિના શિષ્યનાં પરિણામ ચળી જાય, વા આર્તધ્યાન થઈ જાય તે સુગતિ બગડી જાય, ધર્મને અપવાદ થાય, અન્ય