________________
આચાર્યભક્તિ ભાવના
૨૧૫ સમસ્ત સંઘ સ્વેચ્છાચારી થઈ જાય, સૂત્રની પરિપાટી અને આચારની પરિપાટી તૂટી જાય.
આચાર્યપણાના બીજા આઠ ગુણ છે તેના ધારક આચાર્ય હોય છે. ૧. આચારવાન, ૨. આધારવાન, ૩. વ્યવહારવાન, ૪. પ્રકર્તા, ૫. અપાપાય વિદશી, ૬. અવપીડક, ૭. અપરિશ્રાવી અને ૮. નિર્યાપક આ આઠ ગુણ છે.
તેમાં પંચ પ્રકારે આચાર ધારણ કરે તેને આચારવાના કહે છે. (૧) જીવ આદિ જે ત વીતરાગ સર્વજ્ઞ ભગવાને દિવ્ય નિરાવરણ (કેવલ) જ્ઞાનથી પ્રત્યક્ષ દેખીને કહ્યાં છે તેમાં શ્રદ્ધારૂપ પરિણામ તે દર્શનાચાર છે. (૨) સ્વ–પર તને નિબંધ આગમ અને આત્માનુભવ વડે જાણવારૂપ પ્રવૃત્તિ તે જ્ઞાનાચાર છે. (૩) હિંસાદિ પાંચ પાપના અભાવરૂપ પ્રવૃત્તિ તે ચારિત્રાચાર છે. (૪) અંતરંગ-બહિરંગ તપમાં પ્રવૃત્તિ તે તપાચાર છે. (૫) પરિષહાદિ આવ્યે પિતાની શક્તિને નહીં છુપાવતાં ધીરનારૂપ પ્રવૃત્તિ તે વીર્યાચાર છે. તથા બીજા પણ દશ પ્રકારે સ્થિતકલ્પ આદિ આચાર તથા સમિતિગુપ્તિ આદિનું વર્ણન કરવાથી કથન બહુ વધી જાય. પાંચ પ્રકારના આચાર પિતે નિર્દોષપણે આચરે અને અન્ય શિષ્યને આચરણ કરાવવામાં ઉદ્યમી હોય તે આચાર્ય છે. પિતે હીન આચારવાન હોય તે શિષ્યને શુદ્ધ આચરણ ન કરાવી શકે. હીન આચારવાન હોય તે આહાર, વિહાર, ઉપકરણ, વસતિકાસ્થાન અશુદ્ધ ગ્રહણ કરાવી દે. પિતે જ હીન આચારવાળા હોય તે શુદ્ધ ઉપદેશ ના કરી શકે, તેથી આચાર્ય આચારવાન જ હોય.