________________
ર૧૪
સમાધિ-સે પાન જેના ઉચ્ચ આચાર જગતમાં પ્રસિદ્ધ હોય, પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં પણ જેણે કદી હલકા આચાર કે નિંદ્ય વ્યવહાર આચર્યો ન હોય, છતી ભેગ સંપદા છેડી જે વૈરાગ્ય પામ્યા હોય, લૌકિક વ્યવહાર અને પરમાર્થના જે જ્ઞાતા હોય, બુદ્ધિની પ્રબળતા અને ઉગ્ર તપના ધારક હોય, સંઘ અને અન્ય મુનીશ્વરોથી ન બની શકે તેવી તપશ્ચર્યા ધારણ કરનાર હોય, ઘણા કાળના દીક્ષિત હોય, ઘણે કાળ સદ્ગુરુનાં ચરણ કમળ સેવ્યાં હેય, અતિશયવાળાં વચન હોય કે જેનું શ્રવણ કરતાં જ ધર્મમાં દૃઢતા, સંશયને અભાવ તથા સંસાર, દેહ, ભેગ ઉપર દ્રઢ વૈરાગ્ય થાય, સિદ્ધાંત સૂત્રના અર્થમાં પ્રવીણ હય, ઈદ્રિયનું દમન કરીને આ લેક કે પરલોક સંબંધી ભેગ વિલાસની લાલસા રહિત હય, દેહાદિકમાં મમતા રહિત હોય, મહા ધીર હય, ઉપસર્ગ પરિષહથી ચિત્ત કદી ચલાયમાન થતું ને હય, (જે આચાર્ય જ ચળી જાય તે સઘળે સંઘ ભ્રષ્ટ થઈ જાય, ધર્મને લેપ થઈ જાય,) સ્વમત તથા પરમતના જ્ઞાતા હોય, અનેકાંત વિદ્યામાં કીડા કરનાર હોય, અન્યના પ્રશ્નોના કાયરતા રહિત તત્કાલ ઉત્તર દેનાર હોય, એકાંત પક્ષનું ખંડન કરીને સત્યાર્થ ધર્મનું સ્થાપન કરવાનું જેનામાં સામર્થ્ય હોય, ધર્મની પ્રભાવના કરવામાં ઉદ્યમી હોય, ગુરુની પાસે પ્રાયશ્ચિત્ત આદિ સૂત્ર ભણીને બત્રીસ ગુણોન ધારક થયા હોય તે સમસ્ત સંઘની સાક્ષીએ ગુરુએ આપેલું આચાર્યપદ પ્રાપ્ત કરવા ગ્ય છે. આટલા ગુણના ધારક હોય તેને જ આચાર્યપણું પ્રાપ્ત થાય છે. આટલા ગુણ વિના આચાર્ય થાય તે ધર્મતીર્થને લેપ થઈ જાય, ઉન્માર્ગની પ્રવૃત્તિ થઈ જાય,