________________
આચાર્યભક્તિ ભાવના
૨૧૩ સમ્યકજ્ઞાનની શુદ્ધતા સહિત છે. તે પ્રકારના ચારિત્ર (પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ)ની શુદ્ધતાને ધારક છે. તપશ્ચર્યામાં ઉત્સાહવાળા અને પિતાના વીર્યને નહીં ગાવતાં બાવીસ પરિષહને જીતવામાં સમર્થ છે. એવા પાંચ આચારના ધારક આચાર્ય ભગવંત છે.
અંતરંગ બહિરંગ ગ્રંથિથી રહિત નિગ્રંથ-માર્ગમાં પ્રવર્તવા તે તત્પર છે. એક ઉપવાસ, બે, ત્રણ, પાંચ, પંદર કે માપવાસ કરવામાં તત્પર છે. નિર્જન વનમાં કે પર્વતની ખણ કે ગુફાઓમાં નિશ્ચલ શુભ ધ્યાનમાં નિરંતર મનને રાખે છે. શિષ્યની યોગ્યતા સારી રીતે જાણી દીક્ષા દેવામાં અને શિક્ષા દેવામાં પ્રવીણ છે. યુક્તિથી નવ પ્રકારના નયને જાણનારા છે. પિતાની કાયા ઉપરથી મમતા છેડીને રાત્રિ દિવસ પ્રવર્તે છે. સંસારરૂપી કૂવામાં રખે પડી જવાય એ ભય રાખે છે. મન વચન કાયાની શુદ્ધતા સહિત નાસિકાના અગ્રભાગ ઉપર જેમણે દ્રષ્ટિ સ્થાપી છે એવા આચાર્યોને સાષ્ટાંગ નમસ્કાર પૂર્વક વંદના કરીએ છીએ. એવા આચાર્યોના ચરણોના સ્પર્શથી પવિત્ર થયેલી રજને આઠ દ્રવ્યો વડે પૂજવા યોગ્ય છે. આચાર્યભક્તિ સંસારપરિભ્રમણના કલેશરૂપ પીડાને નાશ કરનારી છે.
આચાર્ય તે સમસ્ત ધર્મના નાયક છે. આચાર્યોને આધારે જ સર્વ ધર્મ રહ્યો છે.
મોટા રાજાઓના કે રાજાના મંત્રીને કે મોટા શેઠિયાઓના કુળમાં ઊપજે હોય, જેનું સ્વરૂપ દેખતાં જ શાંત પરિણામ થઈ જાય એવા મનહર રૂપના ધારક હય,