________________
૨૧૨
સમાધિ-પાન, ભક્તિપૂર્ણ ઈદ્ર ભગવાનનાં એક હજાર નામ સહિત સ્તવન કર્યું છે. છેડી શક્તિવાળા પણ પિતાની શક્તિ પ્રમાણે પૂજન, સ્તવન, નમસ્કાર, ધ્યાન કરે. સમ્યફદર્શન અને અરિહંતભક્તિમાં નામભેદ છે પણ અર્થભેદ નથી. અરિહંતભક્તિ નરક આદિ ગતિને નાશ કરનારી છે. આ ભક્તિનું પૂજન, સ્તવન કરી અર્ધ ઉતારે છે તે દેવનાં સુખ પછી મનુષ્યનાં સુખ ભેળવીને અવિનાશી સુખના ધારક બની અક્ષય અવિનાશી સુખ પામે છે.
૧૧. આચાર્યભક્તિ ભાવના :
આચાર્યભક્તિ એ જ ગુરૂભક્તિ છે. ધન્યભાગ્ય જેનાં હોય તેને વીતરાગ ગુરુના ગુણેમાં અનુરાગ ઉત્પન્ન થાય છે. ધન્ય પુરુષ મસ્તક ઉપર સદગુરૂની આજ્ઞા ચઢાવે છે. આચાર્ય છે તે અનેક ગુણોની ખાણ છે. શ્રેષ્ઠ તપના ધારક છે. એમના ગુણ મનમાં ધારણ કરીને પૂજવા લાયક છે, અર્ધ ઉતારવા લાયક છે, આગળ પુષ્પાંજલિ મૂકવા લાયક છે. એવી ભાવના કરવી કે આવા સશુરુના ચરણનું મને શરણ હે!
જે અનશનાદિ બાર પ્રકારનાં ઉજજવલ તપમાં ઉદ્યમ કરે છે, છ આવશ્યક ક્રિયામાં સાવધાન છે, પાંચ આચારના ધારક છે, દશ લક્ષણ ધર્મરૂપ તેમની પરિણતિ છે, મન, વચન, કાયાની ગુપ્તિવાળા છે, એ પ્રકારે છત્રીસ ગુણો સહિત આચાર્ય હોય છે.
સમ્યગ્દર્શનાચારને નિર્દોષપણે તે ધારણ કરે છે.