________________
અરિહંતભક્તિ ભાવના
ર૧૧ અભાવ, ઉપસર્ગને અભાવ, અને ચાર મુખ સહિત ચતુર્મુખ દેખાવું, સર્વ વિદ્યાઓના સ્વામી, છાયરહિતપણું, અને આંખ પલકારે પણ મારે નહીં, નખ અને કેશ વધે નહીં, એ દશ અતિશય ઘાતિયાં કર્મોના નાશથી પ્રગટ થાય છે.
તીર્થંકર પ્રકૃતિના પ્રભાવથી દેના બનાવેલા ચૌદ અતિશય પ્રગટે છે. અર્ધમાગધી ભાષા, સર્વ જનસમૂહમાં મૈત્રીભાવ, સર્વ હતુનાં ફળ ફૂલ પત્ર સહિત વૃક્ષ હોય છે. પૃથ્વી દર્પણ સમાન તૃણ, કાંટા અને ધૂળ રહિત હોય છે. શીતલ, મંદ, સુગંધ પવન વાય છે, સર્વ જીને આનંદ પ્રગટે છે. અનુકૂળ પવન, સુગંધ જળની વૃષ્ટિથી ભૂમિ ધૂળ રહિત હોય છે. ચરણ ધરે ત્યાં સાત આગળ, સાત પાછળ અને એક વચમાં એમ પંદર પંદર કરીને બપચીસ કમળ દેવ રચે છે. આકાશ અને દિશા નિર્મળ હોય છે. ચાર નિકાયના દેવના જય જય શબ્દ, એક હજાર આરાવાળુંકિરણવાળું, પિતાના પ્રકાશથી સૂર્યમંડળને પણ ઝાંખું પાડતું ધર્મચક આગળ ચાલે છે. આઠ મંગળ દ્રવ્યો હોય છે. એ ચૌદ દેવના કરેલા અતિશયે પ્રગટે છે. સુધા, તરસ, જન્મ, જરા, મરણ, રેગ, શેક, ભય, વિસ્મય, રાગ, દ્વેષ, મેહ, રતિ-અરતિ, ચિંતા, સ્વેદ, ખેદ, મદ અને નિદ્રા એ અઢાર દેથી રહિત એવા અરિહંતની વંદના, સ્તવના, ધ્યાન કરે.
આ અરિહંતભક્તિ સંસાર સમુદ્રમાંથી તારનારી છે. તેનું નિરંતર ચિતવન કરે. સુખકારક એવા અરિહંતનું સ્તવન કરે. તેમનાં, ગુણને અનુસરતાં તે અનંત નામ છે.