________________
સમાધિ-સે પાન કહે છે, તેથી સમવસરણમાં રાત્રિ દિવસને ભેદ રહેતે નથી, સદા દિવસ જ હોય છે. ત્રણે લેકમાં બીજે ક્યાંય ન હોય તેવી મહા સુગંધીવાળી ગંધકુટી ઉપર દેએ રચેલું અશેકવૃક્ષ જોતાં જ સર્વ લેકના શેક નાશ પામી જાય છે. કલ્પવૃક્ષનાં ફૂલની વર્ષા આકાશમાંથી થાય છે; આકાશમાં સાડાબાર કરેડ જાતનાં વાજાને એ મધુર ધ્વનિ થાય છે કે તે સાંભળતાં જ ભૂખ, તરસ આદિ સર્વ રેગ, વેદના નાશ પામે છે. રત્નજડિત સિંહાસન સૂર્યના તેજને જીતે તેવું છે. જિનેન્દ્રની દિવ્ય ધ્વનિને અદ્ભુત મહિમા ત્રણે લેકના જીવને પરમ ઉપકારી અને મેહ–અંધકારને નાશ કરનાર છે; સર્વ જી પોતપોતાની ભાષામાં શબ્દ અર્થ ગ્રહણ કરે છે. કોઈ જીવને ત્યાં સંશય રહેતું નથી. સ્વર્ગ અને મોક્ષને માર્ગ પ્રગટ કહે છે. દિવ્ય ધ્વનિને મહિમા વચનદ્વારાએ ઈંદ્રાદિ કે ગણધર પણ કહેવા સમર્થ નથી. સમવસરણમાં જાતિવિધી ને વેર-
વિધ રહેતાં નથી. સિંહ અને હાથી, વાઘ અને ગાય, બિલાડી ને ઉંદર ઇત્યાદિ જાતિવિધી છે વેર બુદ્ધિ છેડી પરસ્પર મિત્ર થાય છે. વીતરાગને અદ્દભુત મહિમા છે. અસંખ્યાત દેવે જયકાર શબ્દ કરે છે, દેએ રચેલાં કળશ, ઝારી, દર્પણ, ધ્વજા, ઠવણી, છત્ર, ચમર, અને વીંઝણો એ આઠ અચેતન દ્રવ્યો પ્રભુની સમીપતા પામીને મંગલ દ્રવ્યો મનાય છે.
કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી દશ અતિશય પ્રગટ થાય છે. ચારે તરફ સે સે યેાજન સુધીમાં દુકાળ ન પડે તે સુભિક્ષતા. જમીનને સ્પર્શ કરે નહીં અને આકાશમાં ગમન કરે છે. કેઈ પ્રાણીની ઘાત થતી નથી. ભેજનને