________________
૧૨૨
સમાધિ-સોપાન સમસ્ત કર્મોના ઉદયરૂપ રસને પ્રગટ કરી કર્મો છોડવાં તે નિર્જરા છે. તે બે પ્રકારે થાય છે. એક તે પિતાના ઉદય કાળે રસ દઈને કર્મ છૂટે તે સવિપાક નિર્જરા છે, તે તે ચારે ગતિમાં સર્વ જીવને હોય છે. કર્મ પિતાના રસરૂપ ફળ દઈને નિર્જરે જ છે.
જે વ્રત, તપ, સંયમ ધારણ કરીને ઉદય કાળ પહેલાં જ નિર્જરા કરે છે તે અવિપાક નિજર છે. મંદ કષાયના ભાવ સહિત જેમ જેમ તપ વધે છે, તેમ તેમ નિર્જરા વધારે થાય છે. જે પુરુષ, કષાયરૂપ વેરીને જીતીને, દુષ્ટ જનનાં દુર્વચન, ઉપદ્રવ, ઉપસર્ગ, અનાદર આદિને, પરિણામ મલિન કર્યા વિના સહન કરે છે, તેને મહા નિર્જરા થાય છે. | દુષ્ટ લેકેએ કરેલા ઉપદ્રવમાં, કર્મના ઉદયે પ્રાપ્ત પરિષહમાં, નિર્ધનતા, રેગ આદિકમાં, તથા દુષ્ટ લેકેને. સમાગમ આદિ પ્રસંગમાં જ્ઞાની એમ વિચારે છે કે પૂર્વે પાપ ઉપાર્જન કરેલાં તેનું આ ફળ છે; હવે સમભાવથી ભેગ. કર્મરૂપી દેવું પતાવ્યા વિના છૂટવાનું નથી. ખેદ, કરવાથી કર્મ છેડી દે એમ નથી. સંક્લેશ પરિણામ કરવાથી સંખ્યાત, અસંખ્યાત ગુણ નવીન બીજાં કર્મ બંધાશે. જે ઉત્તમ પુરુષ, શરીરને, માત્ર મમત્વ ઉપજાવનાર, વિનાશી, અશુચિ, દુઃખ દેનાર જાણે છે, સમ્યક્દર્શન, સમ્યફજ્ઞાન, સમ્યફચારિત્રને સુખ ઉપજાવનાર, નિર્મલ, નિત્ય, અવિનાશી જાણે છે; પિતાની નિંદા કરે છે; ગુણવંતને મેટા માને છે, તેમને આદર સત્કાર કરે છે, મન અને બુદ્ધિને જીતીને પિતાના જ્ઞાન સ્વભાવમાં તલ્લીન થાય છે તેમને મનુષ્ય