________________
સવરભાવના
૧૨૧
સમ્યક્દર્શન વડે મિથ્યાત્વ નામનું આસવદ્વાર રાકાય છે. ઈંદ્રિયા અને મનને સંયમરૂપ પ્રવર્તાવવાથી ઇંદ્રિયદ્વાર રાકાઈ સંવર થાય છે. છકાય જીવાની ઘાત કરાવનાર આરંભના ત્યાગથી પ્રાણ—સંયમવડે અવિરતિદ્વાર રાકાઈ સંવર થાય છે. કષાયા જીતીને દશ લક્ષણરૂપ ધર્મ ધારણ કરવાથી ચારિત્ર પ્રગટી કષાયાના અભાવ થઈ સંવર થાય છે. ધ્યાન આદિ તપથી, સ્વાધ્યાય તપથી યાગદ્વારે કર્મ આવતાં રોકાઈ સંવર થાય છે. ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, દશ લક્ષણરૂપ ધર્મ, ખાર ભાવના, ખાવીસ પરિષહુને જય, પાંચ પ્રકારનાં ચારિત્રનું પાલન એ બધાથી નવાં કર્મ આવતાં રાકાય છે.
મન, વચન, કાયાના યાગને રોકવા તે ગુપ્તિ છે; પ્રમાદ તજી યત્નાપૂર્વક પ્રવર્તવું તે સમિતિ છે; યા જેમાં મુખ્ય છે તે ધર્મ છે; આત્મતત્ત્વનું ચિંતવન તે ભાવના છે; કર્મના ઉદયે આવેલાં ભૂખ, તરસ વગેરે પરિષહા કાયરતા રહિત, સમભાવે સહન કરવા તે પરિષજય છે; રાગ આફ્રિ દોષ રહિત, પાતાના જ્ઞાન સ્વભાવરૂપ આત્મામાં પ્રવૃત્તિ કરવી તે ચારિત્ર છે. આ પ્રકારે જે વિષય, કષાયથી વિમુખ થઈ સર્વ ક્ષેત્રકાળમાં પ્રવર્તે છે તેને ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષદ્ધજય અને ચારિત્રવડે નવાં કર્મ આવતાં રોકાઈ જાય છે તે સંવર છે. સંવરનાં આ કારણેાનું ચિંતવન કરતા રહે તેને નવા આસવ, બંધ થતા નથી. ૯. નિજ રાભાવના :–
જે જ્ઞાની, વીતરાગી થઈને, મદ રહિત, નિદાન રહિત ખાર પ્રકારનાં તપ કરે છે તેને ભારે નિર્જરા થાય છે.