________________
૧૨૦
સમાધિ પાન સ્ત્રીનાં કમળ અંગ, કેમળ શા આદિ માટે તૃષ્ણ વધારે છે. કર્ણ ઇદ્રિય છે તે ભિન્ન ભિન્ન રાગમાં તલ્લીનતાથી આત્માને ભુલાવી પરાધીન કરે છે. મન છે તે ચંચળ વાંદરાની પેઠે સ્વછંદે ઘેર વિકલ્પ કરીને શુભધ્યાન, શુભ પ્રવૃત્તિમાં ઠરતું નથી; વિષયકષાયમાં ભમે છે. મુખ અતિ રાગ સહિત અસત્ય વાણ બેલી પિતાની ચતુરાઈ પ્રગટ કરે છે. હાથ હિંસા કરવાનું મુખ્ય સાધન છે. પગ પણ પાપ કરવાના માર્ગમાં ઘણું દોડે છે. કવિપણું અતિ રાગ ઉત્પન્ન કરનારી કવિતા રચવાને ઈચ્છે છે. પંડિતપણે કુતર્ક અને અસત્ય બકવાદથી પિતાની પ્રખ્યાતિ ઈચ્છે છે. સુભટપણું ઘેર હિંસા ઈચ્છે છે. બાળપણું અજ્ઞાનરૂપ છે. યૌવનપણું ઇચ્છિત વિષયે માટે વિષમ સ્થાનમાં પણ દોડે છે. વૃદ્ધપણું વિકરાલ કાળની સમીપ વસે છે. શ્વાસેચ્છવાસ નિરંતર દેહમાંથી ભાગી નીકળવાને અભ્યાસ કરે છે. જરા છે તે કામગ, તેજ, રૂપ, સૌંદર્ય, ઉદ્યમ, બળ, બુદ્ધિ આદિને હરણ કરનારી એરટી છે. રેગ યમરાજાને પ્રબળ સુભટ છે. આવી આત્મ સ્વરૂપને ભુલાવનારી સામગ્રી આ જીવને મળી છે તેથી ઘણાં કર્મોને આસવ થાય છે. ઇદ્રિના વિષય અને કષાયેના સંગથી મન, વચન, કાયા દ્વારા આસવ થાય છે.
૮. સંવરભાવના :
સમુદ્રમાંથી વહાણમાં પાણી આવવાનાં છિદ્રો રેકી દેવાથી વહાણું પાણીથી ભરાઈ જઈ ડૂબે નહીં, તેવી રીતે કર્મ આવવાનાં દ્વાર રેકી દેવાથી પરમ સંવર થાય છે અને સંસાર સમુદ્રમાં છવ ડૂબતે નથી.