________________
૧૭૦
સમાધિ-સેયાન સર્વજ્ઞ, વીતરાગ, પરમાત્મા જિનેન્દ્રના નામનું સ્મરણ, ધ્યાન, વંદન, સ્તવન કરવું તે બધે પક્ષ વિનય છે. આ પ્રકારે દેવને વિનય સમસ્ત અશુભ કર્મોને નાશ કરનાર કહ્યો છે. ગુરુવિનય :
નિગ્રંથ, વીતરાગી મુનીશ્વરેને દેખીને ઊભા થવું, આનંદ સહિત સામા જવું, સ્તવન કરવું, વંદના કરવી, ગુરુને આગળ કરી પાછળ ચાલવું, કદાપિ સાથે ચાલવું પડે તે. ગુરુની ડાબી બાજુએ ચાલવું, ગુરુને જમણી બાજુ રાખી. ચાલવું કે બેસવું, ગુરુની હાજરીમાં ઉપદેશ પિતે ન દે, કોઈ પ્રશ્ન કરે તે પણ ગુરુ હોય તે પિતે ઉત્તર ન દે, ગુરુની ઈચ્છા પ્રમાણે ઉત્તર દેવે, ગુરુની હાજરીમાં ઊંચે. આસને ન બેસવું, ગુરૂ વ્યાખ્યાન ઉપદેશ આદિ દે. ત્યારે બે હાથ જોડી અંજલિ કરી બહુ આદરભાવથી ઉપદેશ. ગ્રહણ કરે, ગુરુના ગુણમાં અનુરાગ કરી આજ્ઞા પ્રમાણે વર્તન કરવું અને બીજા ક્ષેત્રમાં દૂર હોય તે તેમની આજ્ઞા હોય તે પ્રમાણે પ્રવર્તવું, દૂર રહ્યા છતાં ગુરુનું ધ્યાન, સ્તવન, નમસ્કાર આદિ કરવા તે ગુરુને વિનય છે. શાસ્ત્રવિનય :
બહુ આદરથી સશાસ્ત્ર ભણવું, સાંભળવું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને દેખીને વ્યાખ્યાનાદિ કરવું. શાસ્ત્રમાં કહેલાં વ્રત, સંયમાદિ પિતાનાથી ન બની શકે તે પણ આજ્ઞાને. લેપ કરે નહીં, એટલે સૂત્રની આજ્ઞા હોય તે પ્રમાણે જ કહેવું. જે સૂત્રની આજ્ઞા હોય તે એકાગ્ર ચિત્તથી શ્રવણ.