________________
વિનયસ પન્નતા ભાવના
૧૬૯
જેટલી અનીતિ છે તેટલી બધી માન કષાયથી ઉત્પન્ન થયેલી છે. પરધન હરણુ આફ્રિ પણ અભિમાન પાષવા જીવ કરે છે. તેથી આ જીવના માટે શત્રુ માન કષાય છે. વિનય ગુણમાં મહા આદર રાખી પોતાના બન્ને લેક ઉજ્જવળ કરે. એ વિનય દેવના, ગુરુના, શાસ્ત્રના મન વચન કાયા વડે પ્રત્યક્ષ કરી અને પરાક્ષ પણ કરો.
ધ્રુવિનય :
સમવસરણુ વિભૂતિ સહિત, ગંધમુકુટીમાં સિંહાસન ઉપર અંતરીક્ષ વિરાજમાન, ચેાસડે ચરે, ત્રણ છત્ર આદિ આઠ પ્રાતિહાર્યાં ( આકર્ષક આશ્ર્ચર્યાં ) વડે શેાભતા, કરોડ સૂર્ય સમાન તેજસ્વી, પરમ ઔદારિક શરીરવાળા, ખાર સભાઓની મધ્યે દિવ્યધ્વનિ વડે અનેક જીવાને ઉપકારી અરિહંત દેવનું ચિંતવન કરી ધ્યાન કરવું તે મન વડે પરોક્ષ દેવવિનય છે. તેમનું વિનયપૂર્વક સ્તવન કરવું તે વચન વડે પરાક્ષ વિનય છે. એ હાથની અંજલિ જોડી માથે ચઢાવી નમસ્કાર કરવા તે કાયા વડે પરાક્ષ વિનય છે.
જિનેન્દ્ર કે પ્રતિબિંબની પરમ શાંત મુદ્રાને પ્રત્યક્ષ નેત્ર વડે નિહાળીને મહા આનંદથી મનમાં ધ્યાન કરીને પેાતાને કૃતકૃત્ય માનવા તે મન વડે પ્રત્યક્ષ વિનય છે.
જિનેન્દ્ર કે પ્રતિબિંબની સન્મુખ જઈને સ્તવન કરવું તે પ્રત્યક્ષ વચન-વિનય છે.
માથે અંજલિ ચઢાવી વંદ્યન કરવું, તથા જમીન પર અંજલિ સહિત મસ્તક મૂકી ઢીંચણુ વડે જમીનને સ્પર્શ કરીને નમસ્કાર કરવા તે કાયા વડે પ્રત્યક્ષ વિનય છે.