________________
૧૬૮
સમાધ-સે પાન વિયેગ સહિત છે. અહીં કેટલે કાળ રહેવાનું છે? સમયે સમયે કાળની સન્મુખ નિરંતર હું ગમન કરી રહ્યો છું. કે વસ્તુને સંબંધ સ્થિર નથી. ભગવાને વિનયધર્મને જ મનુષ્યજન્મને સાર કહ્યો છે. આ વિનય સંસારરૂપી વૃક્ષને બાળનાર અગ્નિ છે, ત્રણે લોકના જીનાં મનની ઉજજવળતા કરનાર છે, સમસ્ત જિનશાસનનું મૂળ છે. વિનય વગરનાને જિતેંદ્ર ભગવાનની શિખામણ લાગે નહીં. વિનયરહિત જીવ સર્વ દોષનું ભાજન છે. વિનય છે તે મિથ્યા શ્રદ્ધાને છેદવાને ભાલા સમાન છે. વિનય વિન મનુષ્યરૂપ ચામડાનું ઝાડ માનરૂપ અગ્નિ વડે બળીને ભસ્મ થાય છે.
માન–કષાય વડે આ ભવમાં જ જીવ ઘોર દુઃખ સહન કરે છે, પરલેકમાં હલકી જાતિકુળ-રૂપ પામે છે, બુદ્ધિ અને બળ રહિત જન્મે છે. જે અભિમાની જીવ અહીં કિંચિત્ વચન માત્ર પણ સહન કરતા નથી, તે તિર્યંચ ગતિમાં નાકમાં દોરડાની નાથ, બંધન, માર, અતિ ભાર, લાત, ઠાકર કે ચામડાની ચાબુક, સાટકાને માર મર્મસ્થાનમાં વાગે તે પરાધીનપણે ભેગવે છે. ચંડાળના મલિન ઘરમાં બંધાઈ રહેવું પડે છે. મળ વગેરે હલકી ચીજો તેને ઉપર લાદે છે.
આ લેકમાં પણ અભિમાનીના સર્વ લેક વેરી થઈ જાય છે. અભિમાનીની બધા નિંદા કરે છે. તેને ભારે અપયશ ફેલાય છે. બધા લેક અભિમાનીની પડતી ઈચ્છે છે. માન કવાયને લઈને ક્રોધ ઉત્પન્ન થાય છે, કપટ જાળ ફેલાય છે, ઘણે લેભ જીવ કરે છે, ખોટાં વચન બેલે છે. જગતમાં