________________
૧૬૭
વિનયસંપન્નતા ભાવના જિનશાસ્ત્ર તેના શ્રવણ પઠનમાં બહુ ઉત્સાહ રાખવે, તથા વંદન, સ્તવન બહુ આદરથી ભણવું તે જ્ઞાનવિનય છે. તેમજ જ્ઞાનના આરાધક જ્ઞાનીજનેને તથા જિનાગમનાં પુસ્તકને વેગ મળે તે મહાલાભનું કારણ માનવું અને તેમને સત્કાર, સ્તવન, આદર આદિ કરવાથી જ્ઞાનવિજય પ્રાપ્ત થાય છે.
પિતાની શક્તિ પ્રમાણે ચારિત્ર ધારણ કરવામાં હર્ષ કરે, દિવસે દિવસે ચારિત્રની ઉજવળતાને અર્થે વિષયકષાયને ઘટાડવા તથા ચારિત્ર ધારણ કરનારાઓના ગુણેમાં અનુરાગ, સ્તવન, આદર કરવાથી ચારિત્રવિનય થાય છે.
ઇચ્છાને રેકીને, પ્રાપ્ત થયેલા વિષયોમાં સંતોષ ધારણ કરી, ધ્યાન–સ્વાધ્યાયમાં ઉદ્યમવંત બની, કામને જીતવા અને ઈદ્રિયને વિષયમાં પ્રવર્તતી રોકવા માટે ઉપવાસ આદિ તપમાં પુરુષાર્થ કરે તે તપવિનય છે.
સમ્યક્દર્શન, સમ્યફજ્ઞાન, સમ્યકુચારિત્ર અને સમ્યકૂતપ એ ચારે આરાધનાને ઉપદેશ દઈ મેક્ષમાર્ગમાં જે પ્રવર્તન કરાવનારા છે, તથા જેમનું સ્મરણ કરવાથી પરિણામ નિર્મળ થઈ વિશુદ્ધતા પ્રગટ થાય છે. એવા પંચપરમેષ્ટીના નામે કરેલી સ્થાપનાને વિનય, વંદન, સ્તવન કરવું તે ઉપચારવિનય છે. એ આદિ ઉપચારવિનયન ઘણું ભેદ છે.
અભિમાનના ત્યાગ સહિત આઠ પ્રકારના મદને જેને અત્યંત અભાવ થાય, કઠેરતા છૂટીને કમળતા જેને પ્રગટ થાય તેને નમ્રપણું પ્રગટ થાય છે. તે એ સત્યાર્થ વિચાર કરે છે કે આ ધન, યૌવન, જીવન ક્ષણભંગુર છે, કર્મને આધીન છે. કેઈ જીવ મારાથી ક્લેશ ન પામે. સર્વ સંબંધ