________________
૧૬૬
સમાધિ-સાપાન
જીવાને મારવાનાં, જળમાં ગમન કરવાનાં, સ્થળમાં ગમન કરવાનાં, આકાશમાં ઊડવાનાં અનેક યંત્રો બનાવી દુઉં. એ આદિ કળા-ચતુરાઈના ગર્વ તે સર્વ કુજ્ઞાન છે. તેના ગર્વ કરવા એ નરકનાં ઘાર દુ:ખનું કારણ છે. ખરી કળાકુશળતા તે એ છે કે પેાતાના આત્માને વિષય-કષાયમાં વહ્યો જતે અટકાવી સન્માર્ગમાં વાળે તથા લોકોને હિંસા રહિત સત્ય માર્ગમાં પ્રવર્તાવે.
આ પ્રકારે સત્યાર્થ વસ્તુનું સ્વરૂપ સમજી જાતિ, કુળ, ધન, એશ્વર્ય, રૂપ, વિજ્ઞાન આદિ કર્મને આધીન છે એમ જાણી, તેના ગર્વ છેડી દર્શનવિશુદ્ધિ કરે. આ રીતે ત્રણ મૂઢતા, આઠ શંકા આદિ દોષ, છ અનાયતન, અને આઠ મદ મળી પચીસ દેાષા જણાવ્યા તેના ત્યાગ કરવાથી સમ્યક્દર્શનની ઉજજવળતા થાય છે, એમ જાણી દર્શનવિશુદ્ધિ ભાવનાનું નિરંતર ચિંતવન કરો, તેનું ધ્યાન કરો, સ્તુતિ કરો, પૂજા કરા તા માક્ષલક્ષ્મી પામશે.
૨. વિનયસંપન્નતા ભાવના :
વિનય પાંચ પ્રકારે કહ્યો છે : ૧. દર્શનવિનય, ૨. જ્ઞાનવિનય, ૩. ચારિત્રવિનય, ૪. તપવિનય, ૫. ઉપચારવિનય.
પેાતાની શ્રદ્ધામાં શંકા આદિ દોષ ન લાગવા દેવા, સમ્યગ્દર્શનની વિશુદ્ધિ વડે જ પોતાના જન્મ સફળ માનવા, સમ્યક્દર્શન ધારણ કરનારા પ્રત્યે પ્રીતિ ધરવી, આત્મા અને પરપદાર્થના ભેદવજ્ઞાનના અનુભવ કરવા તે દર્શનવિનય છે.
સમ્યક્જ્ઞાનની આરાધના માટે ઉદ્યમ કરવા, સમ્યક્જ્ઞાનની કથામાં આદર કરવા, સમ્યજ્ઞાનનું કારણ જે અનેકાંતરૂપ
',