________________
દર્શનવિશુદ્ધિ-ગાં
૧૬૫ સમ્યક્દર્શન વિના મિથ્યાવૃષ્ટિનું તપ નિષ્ફળ છે. હું મોટો તપસ્વી છું એમ તપને અહંકાર ના કરે. એ અહંકારના પ્રભાવથી બુદ્ધિને નાશ થઈ દુર્ગતિમાં પરિભ્રમણ થાય છે. તપને ગર્વ કરે એ મહા અનર્થકારી જાણું ભવ્ય જીવે તપને ગર્વ કરવા ગ્ય નથી.
જે બળ વડે કર્મરૂપી શત્રુ જિતાય, તથા કામ, ક્રોધ, લેભ જિતાય તે બળ પ્રશંસાને પાત્ર છે. દેહનું બળ, જુવાનીનું બળ, ઐશ્વર્ય-હુકમનું બળ પામીને અનાથ અને મારવા, લૂંટવા, જમીન પડાવી લેવી, આજીવિકા હરી લેવી, કુશલ સેવવું, દુરાચારમાં પ્રવર્તવું આદિ પ્રકારનું બળ તે નરકનાં ઘેર દુઃખ અસંખ્યાત કાળ સુધી ભગવાવી, તિર્યંચ ગતિમાં માર, ભાર, ભૂખ, તરસ અને દુર્વચન આદિનાં દુઃખ અનેક ભામાં ગવાવી, એકેન્દ્રિયમાં સર્વ શક્તિ રહિત પરાધીન બનાવે છે. બળને ગર્વ છેડી, ક્ષમા ગ્રહણ કરીને ઉત્તમ તાપમાં પ્રવર્તવું યંગ્ય છે.
વિજ્ઞાન એટલે અનેક પ્રકારની કળા-કુશળતા, હસ્તકળા, વચનકળા, અનેક મનના વિક૯પ ઉપજાવી ચાર ગતિરૂપ સંસારમાં જીવને પરિભ્રમણનાં દુઃખ ભેગવાવે છે તે કુજ્ઞાન છે. આ સંસારમાં ખેતી કળા-ચતુરાઈને બહુ ગર્વ હોય છે. મારું સામર્થ્ય એવું છે કે સાચાને જૂઠો કરાવું, જૂઠાને સાચું કરી દઉં. કલંક રહિતને કલંકવાળે કરી દઉં. શીલવંતને દોષવાળે ઠરાવું, નિર્દોષને દંડાવું. ઘણું દિવસનું સંચય કરેલું દ્રવ્ય કઢાવી લઉં. ધર્મ છોડાવી બીજી શ્રદ્ધા કરાવી દઉં. પ્રાણીઓને પકડવાનાં,