________________
૧૬૪
સમાધિ-પાન પરમાત્મસ્વરૂપ એ જ પિતાનું ઐશ્વર્ય છે એમ જાણી આ કર્મથી મળેલા ઐશ્વર્ય પ્રત્યે ઉદાસીનતા રાખવા ગ્ય છે.
રૂપને ગર્વ ન કરે. આ વિનાશી પુદ્ગલનું રૂપ આત્માનું સ્વરૂપ નથી, વિનાશી છે, ક્ષણમાં નાશ પામે એવું છે. આ રૂપને રેગ, વિયેગ, નિર્ધનતા, વૃદ્ધાવસ્થા આદિ મહા કુરૂપ કરી નાખશે. આવા હાડચામડાંના રૂપમાં રાગી બની ગર્વ કરે એ મહા અનર્થ છે. આ આત્માનું રૂપ તે કેવળજ્ઞાન છે. તેમાં લેક અલેક સર્વની શોભા ભરેલી છે. તેથી ચામડીના રૂપને પિતાનું માનવાનું ભૂલી જઈ, અવિનાશી જ્ઞાનસ્વરૂપને પિતાનું માને.
- શ્રુતજ્ઞાનને ગર્વ તજી દે. આત્મજ્ઞાન વિનાનું શાસ્ત્રજ્ઞાન નિષ્ફળ છે. અગિયાર અંગના જ્ઞાનવાળા પણ અભવ્ય જીવ સંસારમાં જ પરિભ્રમણ કરે છે. સમ્યક્દર્શન વિના વ્યાકરણ, છંદ, અલંકાર, કાવ્ય, કેષાદિ ભણવાથી વિપરીત ધર્મમાં અભિમાન અને લેભમાં પ્રવર્તન કરીને સંસારરૂપી કૂવામાં જીવે ડૂબે છે. આ ક્રિયજનિત જ્ઞાનને શું ગર્વ કરે ? એક ક્ષણમાં વાત, પિત્ત, કફ આદિની વધઘટથી જ્ઞાન ચલાયમાન થઈ જાય છે. ઇંદ્રિયજનિત જ્ઞાન તે ઈદ્રિના નાશની સાથે જ નાશ પામે છે. મિથ્યાજ્ઞાન જેમ વધે તેમ
ટાં કાવ્ય, બેટી ટીકા વગેરે રચવાની પ્રવૃત્તિ કરાવી અનેક જીવને દુરાચારમાં દોરી ડુબાવી દે છે. તેથી શ્રતજ્ઞાનને મદ તજે. જ્ઞાન પામીને આત્માની વિશુદ્ધિ કરો. શ્રતજ્ઞાન પામીને અજ્ઞાનીની પેઠે વતી સંસારમાં પરિભ્રમણ કરવું યોગ્ય નથી.