________________
દશનવશુદ્ધિ-ગાં
૧૬૩ એકેંદ્રિય જાતિમાં પણ ઊપજે છે, શ્વાન આદિ હલકાં પશુમાં આવીને ઊપજે છે. ઉત્તમ કુળવાળે મરીને ચંડાળને ત્યાં જન્મે છે. તેથી જાતિકુળને અહંકાર કરવો એ મિથ્યાદર્શન છે.
હે આત્મા! તારાં જાતિ–કુળ તે સિદ્ધ ભગવાનના જેવાં છે. તે આત્માને ભૂલીને માતાના રુધિર અને પિતાના વીર્યથી થયેલા દેહને લઈને ઊપજેલાં જાતિકુળમાં મિથ્યા અહંભાવ કરીને, ફરી અનંત કાળ સુધી નિગોદમાં વાસ કરવો પડે તે ગર્વ ન કર. જે વીતરાગ ભગવાનને ઉપદેશ ગ્રહણ કરતા હોય તે આ દેહની જાતિને પણ સંયમ, શીલ, દયા, સત્ય વચન આદિ વડે સફળ કર. હું ઉત્તમ જાતિ–કુળ પામીને નીચ જાતિના લેકના જેવાં હિંસા, અસત્ય, પરધન–હરણ, કુશીલ–સેવન, અભણ્યભક્ષણ આદિ અગ્ય આચરણ કેમ કરું? મારાથી એમ ન થાય એ અહંકાર રાખવા યંગ્ય છે. સમ્યકદ્રષ્ટિને કર્મથી પ્રાપ્ત થયેલા દેહાદિ પુદ્ગલ પર્યાયમાં કદી આત્મબુદ્ધિ થાય નહીં.
એશ્વર્ય પામીને તેને પણ ગર્વ કરવા યોગ્ય નથી. કારણ કે આ ઐશ્વર્ય તે આત્માને ભુલાવી બહુ આરંભ, રાગ, દ્વેષ આદિમાં પ્રવર્તાવી ચારગતિમાં પરિભ્રમણ કરાવે છે. ત્રણે લેકમાં એક નિગ્રંથપણું ચિંતવવા ગ્ય છે, પૂજ્ય છે. ઐશ્વર્ય તે ક્ષણભંગુર છે. મોટા મોટા ઇંદ્ર, અહમિંદ્ર પતન પામે છે; બળભદ્ર કે નારાયણ જેવાનાં ઐશ્વર્ય ક્ષણમાત્રમાં નાશ પામ્યાં તે અન્ય જીવેનું ઐશ્વર્ય કેટલુંક છે? એમ જાણી ચાર દિવસના ચાંદરણા જેવું ઐશ્વર્ય મળ્યું હોય તે દુખી જીવે ઉપર ઉપકાર કરે, વિનય સહિત દાન દો.