________________
૧૬૨
સમાધિ-પાન અનાયતન છે. મિથ્યાશાસ્ત્રને ભણનારા અને તેની સેવાભક્તિ કરનારા એકાંતી, ધર્મનાં સ્થાન નથી તેથી અનાયતન છે.
આ પ્રકારે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને તેની સેવાભક્તિ કરનારા એ યેમાં સમ્યક ધર્મ નથી, એવી દ્રઢ શ્રદ્ધા કરવાથી દર્શનવિશુદ્ધિ થાય છે.
જાતિમદ, કુળમદ, ઐશ્વર્યમદ, રૂપમદ, શાસ્ત્રજ્ઞાનમદ, તપમદ, બળમદ, અને વિજ્ઞાનમદ એ આઠે મદને જેને અત્યંત અભાવ થાય તેને દર્શન વિશુદ્ધિ હોય છે.
સમ્યફદ્રષ્ટિના સાચા વિચાર આવા હોય છે – હે આત્મન ! આ ઉચ્ચજાતિ છે એ તારે સ્વભાવ નથી, એ તે કર્મનાં પરિણામ છે, પરનાં કરેલાં છે, વિનાશી છે, કર્મને આધીન છે. સંસારમાં અનેક વાર અનેક જાતિ જીવ પામે છે. માતાના પક્ષને જાતિ કહે છે. જીવ અનેક વાર ચંડાલણીને, ભીલડીને, મ્લેચ્છને, બંગડીને, બણને, હજામડીને, નટડીને, વેશ્યાને, કલાલણને, માછણને પેટે જન્મે છે. ભૂંડણ, કૂતરી, ગધેડી, શિયાળ, કાગડી ઈત્યાદિ પશુ-પક્ષિણીના ગર્ભમાં અનંત વાર ઉત્પન્ન થઈ થઈને મર્યો છે. અનંત વાર નીચ જાતિ પામે ત્યારે એક વાર જીવ ઉચ્ચ જાતિ પામે છે. ફરી અનંત વાર નીચ જાતિ પામે ત્યારે એક વાર ઉચ્ચજાતિ પામે. આ પ્રમાણે ઉચ્ચ જાતિ પણ અનંત વાર મળી તે પણ સંસારું પરિભ્રમણ જ કર્યું.
એવી જ રીતે પિતાના પક્ષને કુળ કહે છે. તે પણ ઊંચું નીચું અનંતવાર પ્રાપ્ત થયું. સંસારમાં જાતિને અને કુળને ગર્વ છે કરે? સ્વર્ગને મહદ્ધિકદેવ મરીને વૃક્ષાદિ