________________
દર્શન વિશુદ્ધિગદ્ય
૧૬૧ કર્મ ઈશ્વરની પ્રેરણા વિના થતાં નથી, ઈત્યાદિ પરિણામ મિથ્યાદર્શનના ઉદયથી થાય છે. તે દેવમૂઢતા છે.
પાખંડી, હલકા આચરણવાળા તથા પરિગ્રહમાં મેહવાળા, લેભી, વિષયેના લેલુપી હોય તેમને ચમત્કારવાળા માનવા તેનું વચન ફરે નહીં એવા વચનસિદ્ધિવાળા માનવા, તે પ્રસન્ન થઈ જાય તે અમારી વાંછા સફળ થાય એમ માનવું, એ તપસ્વી છે, પૂજ્ય છે, મહાપુરુષ છે, પુરાણપુરુષ છે ઈત્યાદિ વિપરીત શ્રદ્ધા-માન્યતા કરે તે ગુરુમૂઢતા છે.
જેના પરિણામમાં આ ત્રણે મૂઢતાને લેશ પણ ન હોય તેને દર્શનને વિશુદ્ધિ હોય છે.
છ અનાયતનના ત્યાગથી દર્શનની વિશુદ્ધિ થાય છે. કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર અને તે દરેકનું સેવન કરનારા એ, ધર્મનાં આયતન એટલે સ્થાન નથી તેથી, અનાયતન છે.
જે રાગી, દ્વેષી, કામી, કોધી, લેભી, શસ્ત્ર આદિ સહિત, મિથ્યાત્વ સહિત છે તેમનામાં સમ્યકધર્મ નથી હેતે, તેથી કુદેવ છે તે અનાયતન છે. - પાંચ ઈદ્રિના વિષયના લેલુપી, પરિગ્રહમાં આસક્ત, આરંભ કરનારા, વેષધારી તે ગુરુ નથી. ધર્મ રહિત છે તેથી અનાયતન છે.
હિંસાના આરંભની પ્રેરણ કરનાર, રાગ-દ્વેષાદિ દોષોને વધારનાર, સર્વથા એકાંત પ્રરૂપણ કરનાર શાસ્ત્ર છે તે કુશાસ્ત્ર ધર્મરહિત છે, તેથી અનાયતન છે.
દેવી, ક્ષેત્રપાળ આદિ દેને વંદન કરનારા અનાયતન છે. કુગુરુને સેવનારા ભક્તિ અને ધર્મથી રહિત છે, તે ૧૧