________________
૧૬૦
સમાધિ-પાન સૂર્ય, ચંદ્ર, મંગલ આદિ ગ્રહોને સેના-રૂપાના બનાવી ગળામાં પહેરવા, ગ્રહ નડે નહીં માટે દાન દેવું, ઉત્તરાયણ, વ્યતિપાત, સોમવતી અમાસ માની દાન કરવું, સૂર્ય ચંદ્રને અર્થ આપવું, ઊમરે પૂજ, સાંબેલું પૂજવું, વિનાયક નામે ગણેશ પૂજવા, દીવાની જ્યોતિ પૂજવી, દેવની બાધા. રાખવી, જટા કે ચેટલી રાખવી, દેવતાને ભેટ મૂકવાના કરારથી પિતાનાં સંતાન જીવશે એમ માનવું, છોકરાં દેવે આપ્યાં એમ માનવું, પિતાને લાભ થાય કે કાર્ય સફળ થાય માટે એવી વિનંતિ કરવી કે જે મારા સંતાનને રેગ મટી જશે કે મને સંતાન પ્રાપ્ત થશે કે આટલે મને લાભ થશે કે શત્રુને નાશ થઈ જશે તે હું તમને છત્ર ચઢાવીશ, મકાન બનાવીશ કે આટલું ધન ભેટમાં મૂકીશ એવી શરત કરીને દેવતાને લાંચ આપીને કાર્ય સફળ થવાની ઈચ્છા રાખવી, રાતે જાગરણ કરવું, અપવિત્ર દેવીને પૂજવી, શીતળા પૂજવી, લક્ષ્મીપૂજન કરવું, સોનું-રૂપે પૂજવું, ખડિયે પૂજ, પશુની પૂજા કરવી, અન્નની, જળની પૂજા કરવી, શસ્ત્ર પૂજવાં તથા અગ્નિને દેવ માનીને પૂજે એ લેકમૂઢતા છે. તે બધું મિથ્યાદર્શનના પ્રભાવથી શ્રદ્ધાનું વિપરીપણું છે, તે ત્યાગવા યોગ્ય છે.
દેવ અને કુદેવને વિચાર કર્યા વગર કામી, કોધી, શસ્ત્રધારીમાં પણ ઈશ્વરપણાની બુદ્ધિ કરવી કે આ ભગવાન પરમેશ્વર છે; બધી સૃષ્ટિ એમની રચેલી છે, એ જ ઉત્પન્નકર્તા અને સંહારકર્તા છે, જે કંઈ થાય છે તે ઈશ્વર કરે છે; લેકે પાસે ભલું–બૂરું ઈશ્વર કરાવે છે, ઈશ્વરના કર્યા વગર કશું થતું નથી. સર્વ ઈશ્વરની ઈચ્છાને આધીન છે. શુભ