________________
૧૫૮
દર્શન વિશુદ્ધિ-ઘ તેને જનાદિ વડે કે આજીવિકાનાં કારણે ત્યાં લગાડીને સ્થિર કરે. ઉપસર્ગ પરિષહ આદિ દૂર કરીને સત્યાર્થ ધર્મમાં સ્થાપન કરે તે સ્થિતિકરણ અંગ સમ્યફદ્દષ્ટિને હેાય છે.
વાત્સલ્ય નામને ગુણ સમ્યફષ્ટિને હોય છે. સંસારી જેને પ્રીતિ તે પિતાનાં સ્ત્રી, પુત્રાદિમાં, ઇદ્રિના વિષયોમાં કે ધન કમાવામાં બહુ રહે છે. પરંતુ સ્ત્રી, પુત્ર, ધન, પરિગ્રહ, વિષય આદિને સંસાર-પરિભ્રમણનું કારણ જાણું અંતરંગમાં વૈરાગ્ય ધારણ કરે છે. ધર્માત્મામાં, રત્નત્રયના ધારક મુનિ, આર્યા, શ્રાવક, શ્રાવિકા કે ધર્મનાં સ્થાનમાં જેની અત્યંત પ્રીતિ છે તેને સમ્યક્દર્શનનું વાત્સલ્ય અંગ હેય છે.
જે કઈ પિતાના મન વડે, વચન વડે, કાયા વડે, ધન વડે, દાન વડે, વ્રત વડે, તપ વડે, ભક્તિ વડે રત્નત્રયને પ્રભાવ પ્રગટ કરે છે તે માર્ગપ્રભાવના અંગ છે. આ પ્રકારે સમ્યકદર્શનનાં આઠ અંગ ધારણ કરવાથી, આ ગુણના પ્રતિપક્ષી શંકા, કાંક્ષાદિ દેને અભાવ કરવાથી દર્શનવિશુદ્ધિ થાય છે.
લેકમૂઢતા, દેવમૂઢતા, ગુરુમૂઢતાનાં પરિણામે તજીને શ્રદ્ધા ઉજજ્વળ કરવી. મડદાનાં હાડકાં નખ આદિ (ફૂલ) ગંગાજીએ પહોંચાડવાથી સદ્ગતિ થઈ માનવી, ગંગાજળને ઉત્તમ માનવું, ગંગા નદીને કે અન્ય નદીના જ્ઞાનમાં કે ગંગાજળ આદિ પાણી મુખમાં મૂકવામાં ધર્મ માન, પતિના મડદાની સાથે જીવતી સ્ત્રી કે દાસી બળી મરે તેને સતી માનીને પૂજવી, મરી ગયેલાને પિતૃઓ માની પૂજવા,