________________
વિનયસંપન્નતા ભાવના
૧૭ કરવી. શ્રવણ કરતી વખતે બીજી વાત કરવી નહીં. આદરપૂર્વક મૌનપણે શ્રવણ કરવું. કંઈ સંશય થાય તે સંશય દૂર કરવાને વિનયપૂર્વક થડા અક્ષરો વડે સભામાં લેકને અથવા વક્તાને ક્ષોભ ન ઊપજે તેવી રીતે વિનયપૂર્વક પ્રશ્ન કરો. ઉત્તર મળે તે આદરથી અંગીકાર કરવો તે શાસ્ત્રવિનય છે. શાસ્ત્રને ઊંચા આસન ઉપર મૂકી પિતે નીચા બેસવું, પ્રશંસા સ્તવના કરવી ઇત્યાદિ શાસ્ત્રને વિનય કરે. આ પ્રકારે દેવ, ગુરુ, શાસ્ત્રને વિનય છે એ ધર્મનું મૂળ છે.
નિશ્ચયવિનય :
રાગ-દ્વેષ વડે આત્માની ઘાત જેમ ન થાય તેમ પ્રવર્તવું તે આત્માને વિનય છે. તેટલા માટે એવું વિચારવું કે હવે આ મારે જીવ ચારે ગતિમાં પરિભ્રમણ ન કરે. મારે આત્મા મિથ્યાત્વ, કષાય, અવિનય આદિ વડે સંસારપરિભ્રમણનાં દુઃખ ન પામે. આવું ચિંતવન કરતે જીવ મિથ્યાત્વ, કષાય, અવિનય આદિ વડે જ્ઞાનાદિ ગુણની ઘાત ને થવા દે તે આત્માને વિનય છે. આ નિશ્ચયવિનયપરમાર્થવિનય કહ્યો. જેને માન કષાય ઘટી જાય તેને જ વ્યવહારવિનય પ્રાપ્ત થાય છે.
વ્યવહારવિનય :
કોઈ જીવનું મારાથી અપમાન ન થાઓ. જે અન્યનું સન્માન કરે છે તે પોતે જ સન્માન પામે છે. જે પરનું અપમાન કરે છે તે પોતે જ અપમાન પામે છે. સર્વ સાથે મીઠાં વચને બોલવું તે વિનય છે. કેઈ જીવને તિરસ્કાર ન