________________
૧૭૨
સમાધિ-પાન કરે તે પણ વિનય જ છે. પિતાને ઘેર આવે તેને યથાયોગ્ય સત્કાર કરે. કોઈને સામે જઈ તેડી લાવવા. કેઈને દેખીને ઊભા થવું. કોઈને એક હાથ માથે ચઢાવી સલામ ભરવી. કેઈનું “આવે, આવે, આવે!” એમ ત્રણવાર કહી સ્વાગત કરવું. કોઈને માન આપીને પાસે બેસારવા. કોઈને બેસવા આસન આપવું. કોઈને “આવે, બેસે” કહેવું. કોઈને કુશળતા પૂછવી. કોઈને કહેવું કે “અમે આપના છીએ, કેઈ આજ્ઞા–સેવા ફરમાવે, જમવા પધારે, પાણી લાવું ? આ આપનું જ ઘર છે. આ ઘર આપના પધારવાથી પાવન થયું. આપની કૃપા અમારા ઉપર સદાય છે તેવી રહો.” ઈત્યાદિ વ્યવહારવિનય છે.
દાન, સન્માન, કુશળતા પૂછવી, રેગી, દુઃખીની સેવા કરવી તે પણ વિનયવાળાથી જ બને છે. દુઃખી માણસ કે પશુને વિશ્વાસ, આશરે આપવો. દુઃખથી પીડાયેલે પિતાનાં દુઃખ કહેવા આવ્યો હોય તેનું દુઃખ સાંભળવું. પિતાની શિક્તિ પ્રમાણે ઉપકાર કરે. કંઈ ન બને તે ધીરજ, સંતોષ આદિને ઉપદેશ દે. એ વ્યવહારવિનય છે. તે પરમાર્થવિનયનું કારણ છે, યશ ઉપજાવે છે, ધર્મની પ્રભાવના કરે છે. મિથ્યાવૃષ્ટિનું પણ અપમાન ન કરવું, મધુર વચન બલવા, યથાગ્ય આદર સત્કાર કરે, મહાપાપી દુરાચારીને પણ કુવચન ન કહેવાં. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય (બે, ત્રણ, ચાર ઇદ્રિય ધારી) આદિ તથા સર્પ આદિ દુષ્ટ જીવની વિરાધના ન કરવી, તેની રક્ષા કરીને પ્રવર્તવું. અન્ય ધમીઓનાં મંદિર, પ્રતિમા આદિ પ્રત્યે વેર રાખી નિંદા કરવી નહીં. એ આદિ વ્યવહારવિનય છે.