________________
૧૮૪
સમાધિ-પાન સર્વ અપવિત્ર પદાર્થોનો ઉકરડે છે. દિવસે દિવસે જીર્ણ થતું જાય છે. કરડે ઉપાય કરીને સાચવ્યા છતાં મરણને શરણ જનાર છે. એવા દેહ ઉપરની આસક્તિ તજી વૈરાગ્ય રાખવા જ શ્રેષ્ઠ છે.
આ પ્રકારે પુત્ર, મિત્ર, સ્ત્રી, સંસાર, ભેગ અને શરીરનું સ્વરૂપ દુઃખકારક જાણી વિરાગ ભાવ પ્રાપ્ત થવે તે સંવેગ છે. સંવેગ ભાવના નિરંતર ચિતવવી એ ઉત્તમ છે. તેથી મારા હૃદયમાં નિરંતર સંવેગ ભાવના રહો એવું ચિંતવન કરતાં સંસાર, દેહ, ભેગે પ્રત્યે વૈરાગ્ય થાય ત્યારે પરમ ધર્મમાં અનુરાગ થાય છે.
વસ્તુને સ્વભાવ છે તે ધર્મ છે. ઉત્તમ ક્ષમા આદિ દશ લક્ષણરૂપ ધર્મ છે. રત્નત્રય-સ્વરૂપ ધર્મ છે. જાની, દયા (અહિંસા) રૂપ ધર્મ છે. એમ પર્યાય બુદ્ધિ શિષ્યને સમજાવવાને માટે ધર્મ શબ્દને ચાર પ્રકારે વર્ણન કરીને કહ્યો છે. તે પણ વસ્તુ એટલે આત્મા તેને સ્વભાવ જ દશ લક્ષણ છે. ક્ષમા આદિ દશ પ્રકાર આત્માને જ સ્વભાવ છે. સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર પણ આત્માથી ભિન્ન નથી. દયા છે તે પણ આત્માને જ સ્વભાવ છે. જિનેટ્ટે કહેલા આત્માના સ્વભાવરૂપ દશ લક્ષણ ધર્મમાં અનુરાગ રાખવે, કપટ રહિત રેત્નત્રયરૂપ ધર્મમાં અનુરાગ રાખવે, મુનીશ્વરેના અને શ્રાવકના ધર્મમાં અનુરાગ રાખવે, જીવની રક્ષા કરવારૂપ જીવદયામાં પરિણામ હોવાં તેને ભગવાને ધર્મ-સંવેગ કહ્યો છે. વસ્તુ એટલે આત્મા, તેને સ્વભાવ તે કેવળજ્ઞાન, કેવળદર્શન છે, તે સ્વભાવમાં લીન થવું તે પ્રશંસા કરવા