________________
૧૮૫
સંવેગભાવના
ગ્ય સંવેગ છે. ધર્મમાં અનુરાગ પરિણામ, ધર્મનાં ફળ અત્યંત મીઠાં હોય છે એમ જાણવું તે સંવેગ છે.
તીર્થંકર, ચકવતી, નારાયણ, પ્રતિનારાયણ, બળભદ્ર આદિ રૂપે ઉત્પન્ન થવું તે ધર્મનું જ ફળ છે. બાધા રહિત કેવળી થવું, સ્વર્ગ આદિમાં મહા ઋદ્ધિવાળા દેવ બનવું, ઈદ્ર થવું, તથા અનુત્તર વિમાનમાં અહમિંદ્ર થવું એ બધું પૂર્વભવમાં આરાધન કરેલા ધર્મનું જ ફળ છે. ભેગભૂમિમાં ઉત્પન્ન થવું, રાજ્ય સંપદા પામવી, અખંડ એશ્વર્યની પ્રાપ્તિ, અનેક દેશમાં આણુ મનાવવી, અત્યંત ધન સંપદા પામવી, રૂપની અધિક્તા, બળની અધિકતા, ચતુરાઈ, મહાન પંડિતપણું, લેકમાન્યતા, નિર્મળ યશને ફેલાવે, બુદ્ધિની ઉજવળતા, આજ્ઞાકારી–ધમી કુટુંબને સંગ મળ, સત્પરુષોને સમાગમ મળ, રેગ રહિત શરીર, દીર્ઘ આયુષ્ય, ઈદ્રિયેની ઉજજવળતા, ન્યાયમાર્ગમાં પ્રવર્તન, વચનની મધુરતા ઇત્યાદિ ‘ઉત્તમ સામગ્રી પામવી તે પણ ધર્મ પ્રત્યે કઈ પ્રીતિ કરી છે, તથા ધર્માત્માઓનું સેવન કર્યું છે, ધર્મ કે ધર્માત્માઓની પ્રશંસા કરી છે તેનું ફળ છે. કલ્પવૃક્ષ, ચિંતામણિ આદિ આશ્ચર્યો ધર્માત્માને બારણે ખડાં રહ્યાં છે એમ જાણે. ધર્મને ફળને મહિમા કેઈ કરેડ જીભે વડે પણ કહેવા સમર્થ નથી. આ પ્રકારે ધર્મનાં ફળ ત્રણે લોકમાં ઉત્કૃષ્ટ છે એમ જાણે છે તેને સંવેગ ભાવના હોય છે.
- ધર્માત્મા સાધમીઓને દેખી આનંદ ઊપજ, ધર્મની કથામાં આનંદિત થવું, અને ભેગે પ્રત્યે અરુચિ થવી તે સંવેગ નામે પાંચમી ભાવના છે. સંવેગથી આત્માનું કલ્યાણ