________________
૧૮૬
સમાધિ-સે પાન સમજી તેની નિરંતર ભાવના ભાવે. ભાવનાના આનંદ સહિત એ ગુણની પ્રાપ્તિ માટે તેની અર્થથી પૂજા કરે. ૬. શક્તિ પ્રમાણે ત્યાગ ભાવના :
- ત્યાગ ભાવના પ્રશંસાને પાત્ર અને મનુષ્ય જન્મને શોભાવનાર અલંકારરૂપ છે. પિતાના હૃદયમાં ત્યાગ ભાવ ઉપજાવવા અનેક ઉત્સવરૂપ વાજાં વગાડી તેની મહાપૂજા કરે.
બાહ્ય અને અત્યંતર બન્ને પ્રકારના પરિગ્રહ ઉપરની મમતા છોડવાથી ત્યાગધર્મ પ્રગટે છે. અંતરંગ પરિગ્રહ ચૌદ પ્રકારે છે તે જાણે. જાણ્યા વિના ગ્રહણ કરે છે ત્યાગ કરે તે વ્યર્થ છે.
૧. મિથ્યાત્વ, ૨. સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદરૂપ પરિણામ તે વેદ પરિગ્રહ, ૩. હાસ્ય, ૪. રતિ, ૫. અરતિ, ૬. શેક, ૭. ભય, ૮. જુગુપ્સા, ૯. રાગ, ૧૦, ષ, ૧૧. ક્રોધ, ૧૨. માન, ૧૩. માયા, ૧૪. લેભ એ ચૌદ પ્રકારને અંતરંગ પરિગ્રહ જણાવ્યો
શરીરાદિ પરદ્રવ્યોમાં આત્મબુદ્ધિ કરવી તે મિથ્યાત્વ પરિગ્રહ છે. જે વસ્તુ છે તે પિતાના દ્રવ્ય, પિતાના ગુણ અને પિતાના પર્યાયરૂપ છે; જેવી રીતે સુવર્ણ નામનું દ્રવ્ય છે, સુવર્ણના ભારે પીળું આદિ ગુણો છે, કુંડળ આદિ પર્યાય છે, તે બધા સુવર્ણરૂપ જ છે. તેથી સુવર્ણ અન્ય વસ્તુનું નથી અને અન્ય વસ્તુ સુવર્ણની નથી. સુવર્ણ સુવર્ણનું જ છે. બીજી વસ્તુનું કઈ છે નહીં, થયું નથી, અને થશે નહીં. પિતાનું સ્વરૂપ છે તે જ પિતાનું છે. તેવી રીતે આત્મા છે તે આત્માને જ છે, આત્માનું અન્ય કેઈ દ્રવ્ય નથી. હવે