________________
શક્તિતા ત્યાગ ભાવના
૧૮ કેઈ દેહને પિતાને માને છે એટલે કે હું ગેરે, હું શામળે, હું રાજા, હું રંક, હું સ્વામી, હું સેવક, હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય, હું વૈશ્ય, હું શુદ્ધ, હું વૃદ્ધ, હું બાલ, હું બળવાન, હું નિર્બળ, હું મનુષ્ય, હું તિર્યંચ ઈત્યાદિ પ્રકારે કર્મથી બનેલા નાશવંત દેહમાં આત્મબુદ્ધિ કરવી તે મિથ્યાત્વ છે. મિથ્યાદર્શનથી જ મારું ઘર, મારે પુત્ર, મારું રાજ્ય, હું મોટો, હું નીચ ઈત્યાદિ માનીને જીવ સર્વ પરપદાર્થોમાં આત્મબુદ્ધિ કરે છે. પુગલના નાશને પોતાને નાશ માને છે, પરના બંધથી પિતાને બંધાયેલે માને છે, દેહના ઘટવાથી પિતે ઘટયો માનીને દેહમાં આત્મબુદ્ધિ કરીને અનાદિ કાળથી પિતાને ભૂલી રહ્યો છે. તેથી સર્વ પરિગ્રહમાં આત્મબુદ્ધિ થવાનું કારણ મિથ્યાત્વરૂપ પરિગ્રહ છે.
જેને મિથ્યાજ્ઞાન નથી તે ભલે પરદ્રવ્યને “મારું” એમ મેઢેથી કહે પણ પરદ્રવ્યને કદાપિ પિતાનું માને જ નહીં. - વેદના ઉદયથી સ્ત્રી-પુરુષમાં જે કામ સેવવાનાં પરિણામ થાય છે, તે વેદ પરિગ્રહ છે. તે કામમાં તન્મય થઈને કામભાવને આત્મભાવ માનવે તે પણ વેદ પરિગ્રહ છે. કામ તે વર્યાદિની પ્રેરણાથી થયેલે દેહને વિકાર છે. તેને પિતાનું સ્વરૂપ જાણે તે વેદ પરિગ્રહ છે.
ધન, ઐશ્વર્ય, પુત્ર, સ્ત્રી, આભરણ આદિ પરદ્રવ્યોમાં આસક્તિ તે રાગ પરિગ્રહ છે.
અન્યના વૈભવ, પરિવાર, ઐશ્વર્ય, પંડિતાઈ આદિ દેખીને વેરભાવ રાખવે તે દ્વેષ પરિગ્રહ છે.
હાસ્યમાં આસક્તિ તે હાસ્ય પરિગ્રહ છે. તે