________________
૧૮૮
સમાધિ-સે પાન પિતાના મરણને નિરંતર ડર રહે કે મિત્ર આદિન વિયેગ કે પરિગ્રહ આદિના વિયેગને ડર નિરંતર રહે તે ભય પરિગ્રહ છે.
પાંચ ઇદ્રિના ઈચ્છિત ભેગ-ઉપગ ભેગવવામાં તલ્લીન થઈ જવું તે રતિ પરિગ્રહ છે.
અનિષ્ટ વસ્તુના સંગમાં પરિણામ લેશરૂપ થવાં તે અરતિ પરિગ્રહ છે.
પિતાનાં ઈષ્ટ સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, આજીવિકા આદિ નાશ પામે ત્યારે તેમના સંગની વાંછા કરી સંક્લેશરૂપ પરિણામ કરવાં તે શેક પરિગ્રહ છે. - ગંદા પદાર્થો દેખીને, સાંભળીને, વિચારીને, સ્પેશીને પરિણામમાં ગ્લાનિ (દુર્ગાછા) ઊપજવી તે જુગુપ્સા પરિગ્રહ છે.
પરિણામમાં કેપ કરીને તપી જવું તે ક્રોધ પરિગ્રહ છે.
ઉચ્ચ કુળ, જાતિ, ધન, ઐશ્વર્ય, રૂપ, બળ, જ્ઞાન, બુદ્ધિ એથી પિતાને મોટો માની ગર્વ કરે તથા અન્યને હલકે માની તેને અનાદર કર, કઠોર પરિણામ રાખવા તે માન પરિગ્રહ છે.
અનેક છળ, કપટાદિ વડે વક પરિણામ રાખવાં તે માયા પરિગ્રહ છે.
પદ્રવ્યો ગ્રહણ કરવામાં તૃષ્ણા તે લેભ પરિગ્રહ છે.
આ ચૌદ પ્રકારના અંતરંગ પરિગ્રહ તે સંસાર પરિભ્રમણનાં કારણ અને આત્માના જ્ઞાનાદિક ગુણની ઘાત કરનારા છે.