SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિતઃ ત્યાગ ભાવના ૧૮૯ મૂર્છાનાં કારણુ એવાં ધન, ધાન્ય, ક્ષેત્ર, સુવર્ણ આદિ અચેતન અને સ્ત્રી–પુત્રાદિ ચેતન રૂપ બાહ્ય પરિગ્રહ છે. અંતરંગ અને ખરિંગ અને પ્રકારના પરિગ્રહને ત્યાગવાથી ત્યાગધર્મ પ્રગટે છે. જો કે બાહ્ય પરિગ્રહથી રહિત તેા ગરીબ મનુષ્ય સ્વભાવથી જ હોય છે પરંતુ અત્યંતર પરિગ્રહના ત્યાગ બહુ દુર્લભ છે. તેથી બન્ને પ્રકારના પરિગ્રહના એકદેશ ત્યાગ તા શ્રાવકને હાય છે અને સકળત્યાગ મુનીશ્વરાને હાય છે. કષાયેાના ત્યાગથી, ઇંદ્રિયાને વિષયામાં જતી રોકવાથી, રસના ત્યાગ કરવાથી ત્યાગધર્મ પ્રગટે છે. રસના ઇંદ્રિયને ( જીભને જીતવાથી સર્વ પાપાના ત્યાગ સહજે થાય છે. જિતેંદ્રનાં કહેલાં પરમ આગમના અભ્યાસ બીજાને કરાવવા, શાસ્ત્રો લખાવી આપવાં, શુદ્ધ કરવાં, સંશાધન કરાવવું એ પરમ ઉપકાર કરનાર ત્યાગ ધર્મ છે. મનના દુષ્ટ વિકલ્પાને દૂર કરવા, દુષ્ટ વિકલ્પાનાં કારણ છેડી ચાર અનુયાગા (પ્રથમાનુયોગ કે ધર્મકથા, ચરણાનુયોગ, કરણાનુયોગ અને દ્રવ્યાનુયાગ ) ની ચર્ચામાં ચિત્ત લગાડવું, માહના નાશ કરે તેવા ધર્મના ઉપદેશ શ્રેતાજનાને દેવા તે મહા પુણ્ય ઉપજાવનાર ત્યાગ ધર્મ છે. વીતરાગ ધર્મના ઉપદેશથી અનેક જીવાનાં પરિણામ પાપથી પાછાં ક્રૂ છે, સંસારથી ત્રાસ પામે છે, ધર્મના પ્રભાવ અનેક પ્રાણીઓ ઉપર પડે છે. ઉત્તમ, મધ્યમ, અને જઘન્ય એવા ત્રણ પ્રકારના પાત્રધર્માત્માને ભક્તિપૂર્વક આહારદાન દેવું; નિર્દોષ ઔષધદાન દેવું; જ્ઞાનના સાધનરૂપ સિદ્ધાંતનાં પુસ્તકો ભણવા યાગ્ય
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy