________________
૧૯૦
સમાધિ પાન હોય તેનું દાન દેવું; મુનિને એગ્ય તથા શ્રાવકને યોગ્ય નિવાસસ્થાનનું દાન દેવું; ગુણવંત પુરુષને તપની વૃદ્ધિનું કારણ, સ્વાધ્યાયમાં લીન થવાનું કારણ, ધ્યાનની વૃદ્ધિનું કારણ જે આહાર આદિ ચારે પ્રકારનાં દાન તે પરમ ભક્તિ સહિત ઉલ્લાસભાવથી આદરમાનથી કરે. પાત્રદાનથી પિતાને જન્મ કૃતાર્થ થયે માને તથા ગૃહસ્થ ધર્મ સફળ થયે સમજે. જે મહાભાગ્યશાળી હોય તથા જેનું ભલું થવાનું હોય તેનાથી પાત્રદાન દેવાય છે. પાત્રની પ્રાપ્તિ થવી જ દુર્લભ છે, અને ભક્તિ સહિત પાત્રદાન દેવાનું બની આવે તેને મહિમા કહેવાને કોણ સમર્થ છે?
ભૂખ, તરસથી જે પીડાતાં હોય, ગરીબ હોય, વૃદ્ધ હોય, દીન હોય તેને અનુકંપાપૂર્વક દાન દેવું તે બધો ત્યાગ ધર્મ છે.
ત્યાગથી મનુષ્યભવ સફળ થાય છે. ત્યાગ વિને ગૃહસ્થનું ઘર સ્મશાન સમાન છે, સ્ત્રી, પુત્રાદિક ગીધ પક્ષી જેવાં છે, તે ધનારૂપી માંસ ચૂંટી ચૂંટીને ખાય છે. તે ધન ધાન્યાદિકની પ્રાપ્તિ ત્યાગથી સફળ ગણાય છે. ૭. શક્તિ પ્રમાણે તપભાવના :
શક્તિ પ્રમાણે તપભાવના અંગીકાર કરવી. શરીર દુઃખનું કારણ છે. અનેક દુઃખ આ શરીર ઊભાં કરે છે. શરીર અનિત્ય છે, અસ્થિર છે, અશુચિ છે, કૃતધ્રી જેવું છે કરડે ઉપકાર કર્યા છતાં જેમ કૃતઘ્રી પિતાને બનતું નથી, તેમ દેહ પ્રત્યે અનેક ઉપકાર, સેવા કર્યા છતાં તે પિતાને થતું નથી. તેથી યથેષ્ટ પ્રકારે (ઈચ્છા પ્રમાણે) દેહને