________________
સગભાવના
૧૮૩ કળિકાળના મિત્રે પણ વિષયમાં પાડનારા, રાગ વધારનારા હોય છે, સર્વ વ્યસનમાં મદદ કરનારા હોય છે. ધનવાન દેખાય તેની સાથે અનેક પ્રકારે મિત્રતા કરનારા હેાય છે, નિર્ધન સાથે કઈ વાત પણ કરનારા દેતા નથી. તેથી હે સજજને ! જે સંસાર વધવાને કંઈ ડર રહેતે હોય તે બીજા બધા સાથેની મિત્રાચારી તજી, પરમ ધર્મમાં અનુરાગ કરે.
સંસાર નિરંતર જન્મમરણરૂપ છે. જન્મે છે ત્યારથી જ નિરંતર મરણ પ્રત્યે જીવ પ્રવાસ કરે છે. જન્મમરણ કરતાં કરતાં અનંતાનંત કાળ વહ્યો ગયે, તેથી પંચ પરિવર્તનરૂપ સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવના ભાવો. પાંચ ઇન્દ્રિયના વિષય ભેગ છે તે આત્માના સ્વરૂપને ભુલાવનારા છે, તૃષ્ણ વધારનારાં છે, અતૃપ્તિ કરાવનારા છે. વિષયેના જેવી બળતરા ત્રણ લેકમાં બીજી કઈ નથી. વિષય નરકાદિ કુગતિનું કારણ છે, ધર્મથી વિમુખ કરે છે, કષાયને વધારે છે. પિતાનું કલ્યાણ ઈચ્છતા હોય તેણે વિષયને દૂરથી તજવા યોગ્ય છે, કારણ કે તે જ્ઞાનને વિપરીત કરનારા છે, વિષની પેઠે મારી નાખનારા છે, ઝેર કે અગ્નિની પેઠે દાહ ઉપજાવનારા છે, તેથી વિષય ઉપરના રાગને ત્યાગ કરે એ જ પરમ કલ્યાણ છે.
શરીર છે તે રોગોનું ઘર છે. મહા મલિન, ગંધાતી સાત ધાતુનું બનેલું છે. મળમૂત્ર આદિથી ભરેલું છે. વાત, પિત્ત, કફનું પૂતળું છે. પવનને આધારે હલન ચલન વગેરે પ્રવૃત્તિ કરે છે. સદાય ભૂખ, તરસની વેદના ઉપજાવે છે.