________________
૧૮૨
સમાધિ-સાપાન
એવાં મળમૂત્રાદિ પણ સાફ કરાવે છે, મહા કષ્ટ આપે છે. મોટા થાય ત્યારે સારાં ભેાજન, સારાં વચ્ચે, સારાં ઘરેણાં, સારાં સ્થાન હઠ કરીને ગ્રહણ કરે છે. કદાપિ પુત્ર મૂર્ખ હાય, વ્યસની હાય, તીવ્ર કષાયી હોય, તે રાતવિસ ન કહી શકાય એટલા ફ્લેશ કરાવે છે. પુત્ર ઉપરના માહને લઈને પરિગ્રહમાં ઘણી મમતા વધે છે. પુત્ર કામ કરે તેવા થાય ત્યારે પણ જો કહ્યું કરે તેવા ન હાય તે આર્તધ્યાન કરાવી મરણુ પર્યંત ક્લેશનું કારણ બને છે. વળી પિતા આપણને કામના છે, એમ જ્યાં સુધી પુત્રને લાગે છે ત્યાં સુધી પુત્ર પિતા ઉપર પ્રીતિ રાખે છે. પરંતુ માબાપ અસમર્થ થાય ત્યારે તેમના ઉપર રાગ રાખતા નથી; ધન રહિત માબાપના અનાદર કરે છે. આ પ્રમાણે પુત્રનું સ્વરૂપ સમજીને સંસાર ઉપરના રાગ તજી પરમ ધર્મ પ્રત્યે રાગ કરો. પુત્રને અર્થે અન્યાય કરીને ધનાદિ પરિગ્રહ મેળવવાનું મૂકી દો.
સ્ત્રી પણ મેાહ નામના ઠંગે જીવને સાવવા માટે રચેલી મહા ફ્રાંસી છે, મમતા ઉપજાવનારી છે, તૃષ્ણા વધારનારી છે. સ્ત્રી ઉપર તીવ્ર રાગ છે તે ધર્મની પ્રવૃત્તિને નાશ કરે છે, લેાભને અત્યંત વધારે છે, પરિગ્રહમાં મૂર્છા-મમતા વધારે છે, ધ્યાન, સ્વાધ્યાયમાં વિન્ન કરે છે. વિષયામાં આંધળેા કરી ઘાંચીના બળદની પેઠે તેમાં જ ફેરવનારી છે, ક્રોધાદિ ચારે કષાયેાને તીવ્ર કરનારી છે, સંયમના ઘાત કરનારી છે, કલહનું મૂળ છે, દુર્ધ્યાનનું સ્થાન છે, મરણ બગાડનારી છે ઇત્યાદિ અનેક દોષોનું મૂળ જાણી સ્ત્રીના સંગમાં રાગ ભાવ છેડી વીતરાગ ધર્મ સાથે સંબંધ બાંધેા.