________________
પણ જેમ જીવોની દૃષ્ટિમાં આવતા નથી, અને પિતાનું જે નાનું ઘર અથવા જે કઈ ચીજ તેને વિષે કઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહત્વ વર્તે છે, એ જોઈ એમ થાય છે કે લેકેને દૃષ્ટિભ્રમ–અનાદિકાળને-મો નથી; જેથી મટે એ જે ઉપાય, તેને વિષે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી, અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વતવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે; એમ ઘણા જીવની સ્થિતિ જોઈ આ લેક અનંત કાળ રહેવાને છે, એમ જાણો.
નમસ્કાર પહોચે.
(૪૦૩)
મુંબઈ, ભાદરવા સુદ ૧૦, ગુરુ, ૧૯૪૮ જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે; ધર્મરૂપ નથી. તમે હાલ જે નિષ્ઠા, વચનના શ્રવણ પછી, અંગીકૃત કરી છે તે નિષ્ઠા શ્રેયોગ છે. દઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠાદિ અનુક્રમે વર્ધમાન પણાને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિરૂપ થાય છે.
જીવે ધર્મ પિતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણું કરવા જેગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સપુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, થાવત્ આરાધવા જોગ છે.