________________
૪૯ તથાપિ જે તે ઉપાધિગ સત્સંગાદિકને અર્થે જ ઇચ્છવામાં આવતું હોય, તેમજ પાછી ચિત્તસ્થિતિ સંભવપણે રહેતી હોય તે તે ઉપાધિગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે.
અપ્રતિબદ્ધ પ્રણામ
(૩૮૪)
૩૪
મુંબઈ, અસાડ સુદ ૯, ૧૯૪૮ શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઇચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એ જે કાળ તે આ “દુસમ કળિયુગ” નામને કાળ છે. તેને વિષે વિહળપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, બીજ જે કારણે તેને વિષે જેને વિશ્વાસ વતે નથી, એ જે કઈ હોય તે તે આ કાળને વિષે બીજે શ્રી રામ” છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે કે એ ગુણેના કેઈ અંશે સંપન્ન પણ અલપ જ દષ્ટિગોચર થતા નથી.
નિદ્રા સિવાય બાકીને જે વખત તેમાંથી એકાદ કલાક સિવાય બાકીને વખત મન, વચન, કાયાથી ઉપાધિને જેગે વર્તે છે. ઉપાય નથી, એટલે સમ્યક પરિણતિએ સંવેદન કરવું એગ્ય છે.
મોટા આશ્ચર્યને પમાડનારાં એવાં જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણે તે સામાન્ય પ્રકારે