________________
૨૫૮
સમાધિ સાપાત
વાત્સલ્ય વડે જ બને છે. પરલેાક એટલે દેવલાકમાં મહદ્ધિક દેવપણું પણ વાત્સલ્યથી જ પમાય છે. વાત્સલ્ય વિના આ લાકનાં સમસ્ત કાર્યાં નાશ પામે છે અને પરલોકમાં દેવાદિ ગતિ મળતી નથી.
અદ્વૈત દેવ, નિગ્રંથ ગુરુ, સ્યાદ્વાદરૂપ પરમાગમ તથા યાપ ધર્મ પ્રત્યે વાત્સલ્ય ભાવ છે તે સંસારપરિભ્રમણના નાશ કરી, નિર્વાણ પ્રાપ્ત કરાવે છે. જિનમંદિરની સંભાળ, જિનસિદ્ધાંતનું સેવન, સાધી સજ્જનેાની સેવા, ધર્મમાં અનુરાગ, દાન દેવામાં પ્રીતિ એ સમસ્ત ગુણ્ણા વાત્સલ્યથી જ પ્રાપ્ત થાય છે. જે છકાયના જીવા પ્રત્યે વાત્સલ્યભાવ પાળે છે, તે જ ત્રણ લોકમાં અતિશયરૂપ તીર્થંકર પ્રકૃતિ ઉપાર્જન કરે છે. જે કલ્યાણના ઇચ્છક છે તે ભગવાન જિનેન્દ્રના ઉપદેશેલા વાત્સલ્ય ગુણને મહિમા જાણી વાત્સલ્ય નામના સોળમા અંગનું સ્તવન કરે છે, પૂજન કરે છે, મહા અર્ધઉતારણ કરે છે. તે દર્શનવિશુદ્ધિ પામી, તપ-આચરણ વર્ડ અહમિન્દ્ર આદિ દેવલોકને પ્રાપ્ત કરીને પછી જગતના ઉદ્ધારક તીર્થંકર થઈ મેાક્ષ પામે છે. સાળ કારણુ ભાવનારૂપ ધર્મના મહિમા અચિંત્ય છે કારણ કે તેથી ત્રણે લેાકમાં આશ્ચર્યકારી અનુપમ વૈભવના ધારક તીર્થંકરનું પદ પ્રાપ્ત થાય છે.
સાળુ કારણભાવનાપૂર્ણન સંપૂર્ણ