________________
દશ લક્ષણરૂપ ધર્મ
દશ લક્ષણરૂપ ધર્મ ક્ષમાદિ દશ અંતર્ગત ભાવને આધીન છે. ૧. ઉત્તમ ક્ષમા, ૨. ઉત્તમ માર્દવ, ૩. ઉત્તમ આર્જવ, ૪. ઉત્તમ સત્ય, ૫. ઉત્તમ શૌચ, ૬. ઉત્તમ સંયમ, ૭. ઉત્તમ તપ, ૮. ઉત્તમ ત્યાગ, ૯. ઉત્તમ આર્કિચન્ય, ૧૦. ઉત્તમ બ્રહ્મચર્ય, આ દશ ધર્મનાં લક્ષણ છે. વસ્તુને સ્વભાવ તે ધર્મ. લેકમાં જે જે પદાર્થો છે તે પિતાના સ્વભાવને કદી છેડતા નથી. સ્વભાવને નાશ થાય તે વસ્તુને અભાવ થાય. એટલે કઈ પદાર્થને સર્વથા નાશ થતું નથી. આત્મા નામના પદાર્થને ક્ષમાદિ સ્વભાવ છે. ક્રોધાદિ ક્ષમાદિના વિકાર છે, કર્મથી થયેલી ઉપાધિ છે, આવરણ છે. ક્રોધ નામના વિકારને અભાવ થાય ત્યારે ક્ષમા નામને આત્માને સ્વભાવ પતે જ રહે છે એવી રીતે માનના અભાવથી માર્દવ (વિનય). ગુણરૂપે અને માયાના અભાવથી આર્જવ (સરળતા) ગુણરૂપે, લેભના અભાવથી શૌચ (નિર્લોભ) ગુણરૂપે આત્માને સ્વભાવ પિતે જ રહે છે, આત્મા જ પિતે રહે છે. કર્મને અભાવ થવાથી સહજ આત્મા પિતે પ્રગટ થાય છે. તેથી ઉત્તમ ક્ષમા આદિ આત્માને સ્વભાવ છે. મોહનીય કર્મના ભેદરૂપ ક્રોધાદિ કષાય વડે અનાદિ કાળથી આત્મા કાઈ રહ્યો છે, તે કષાયના અભાવથી ક્ષમાદિ આત્માના સ્વાભાવિક ગુણો ઊઘડે છે.