________________
૨૬૦
સમાધિ-સોપાન ૧. ઉત્તમ ક્ષમા :– “ ક્ષમા એ જ મોક્ષને ભવ્ય દરવાજ છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર
કોધ વેરીને જીત તે જ ઉત્તમ ક્ષમા છે. કોધશત્રુ કેવો છે? આ જીવને વસવાના સ્થાનરૂપ સંયમભાવ, સંતેષભાવ, નિરાકુળતાભાવ, તે સર્વેને બાળનાર અગ્નિ સમાન છે, સમ્યક્દર્શન આદિ રત્નના ભંડારને તે લૂંટી લે છે; યશને નાશ કરે છે, અપયશરૂપ કલંકને ફેલાવે છે, ધર્મ-અધર્મને વિચારને વિનાશ કરે છે.
કોધીને પિતાનાં મન, વચન, કાયા પિતાને વશ રહેતાં નથી. ઘણું કાળની પ્રીતિ ક્ષણ માત્રમાં તેડી તીવ્ર વેર બાંધે છે. ક્રોધરૂપ રાક્ષસ જેને વળગ્યું હોય તે અસત્ય વચન, ભીલ, ચંડાળ આદિ બોલે તેવાં લેકનિંઘ વચન બોલે છે. ક્રોધને વશ જીવ પિતાને, માતાને, પુત્રને, સ્ત્રીને, બાળકને, સ્વામીને, સેવકને, મિત્રને મારી નાખે છે, સર્વ ધર્મને લેપ કરે છે. તીવ્ર ક્રોધી જીવ વિષથી, કે શસ્ત્રથી પિતે આપઘાત પણ કરે છે; ઊંચાં મકાન કે પર્વત ઉપરથી પડતું મૂકીને કે કૂવામાં પડીને આપઘાત કરે છે. કઈ રીતે કોધીને વિશ્વાસ રાખવા યંગ્ય નથી. કોધી જીવ યમરાજ જે છે. કોધી જીવ બીજા ની ઘાતાદિ કરવા ઈચ્છે છે પણ તેથી તે પ્રથમ તે પિતાનાં જ્ઞાન, દર્શન, ક્ષમા આદિ ગુણોની ઘાત કરે છે, પછી સામા જીવનાં કર્મ પ્રમાણે બીજાની ઘાત તે થાય કે ન પણ થાય. કોઇના પ્રતાપે