________________
દેશ લક્ષણરૂપ ધર્મ (ક્ષમા)
૩૬૩
મહા તપસ્વી, નગ્ન, વનવાસી મુનિએ પણ ધર્મથી ભ્રષ્ટ થઈ નરકે ગયા છે. ક્રોધ બન્ને લેાકના નાશ કરે છે; મહા પાપ અંધાવી નરકે પહેોંચાડે છે, બુદ્ધિ ભ્રષ્ટ કરે છે, નિર્દયી અનાવે છે. ખીજાએ આપણા ઉપર કરેલા ઉપકાર ભુલાવી કૃતન્ની કરે છે, તેથી ક્રોધ સમાન પાપ નથી. ક્રોધાદિ કષાય સમાન આત્માની ઘાત કરનાર કેાઈ નથી. જગતમાં જે પુણ્યવાન, મહા ભાગ્યશાળી હાય છે, અને જેનું આ ભવ તથા પરભવમાં ભલું થવાનું હોય છે તેને જ ક્ષમા નામના ગુણ પ્રગટે છે.
ક્ષમા એટલે પૃથ્વી, તેના જેવા સહન કરવાના સ્વભાવ તે ક્ષમા છે. સમ્યક્ પ્રકારે સ્વ અને પરનું હિત—અહિત સમજી જે નિર્બળના અપરાધાને પોતે સમર્થ છતાં પણ રાગ દ્વેષ રહિત થઈને સહન કરે, વિકારી ન બને, તપી જાય નહીં તેા તેણે ઉત્તમ ક્ષમા કરી કહેવાય છે. ઉત્તમ એટલે સમ્યજ્ઞાન સહિત. ઉત્તમ ક્ષમા ત્રણ લાકના સાર છે. ઉત્તમ ક્ષમા સંસારસમુદ્રમાંથી તારનાર છે. ઉત્તમ ક્ષમા રત્નત્રયને ધારણ કરનારી છે. ઉત્તમ ક્ષમા દુર્ગતિનાં દુઃખાને દૂર કરનારી છે. ઉત્તમ ક્ષમા ધારણ કરનારને નરક કે તિર્યંચ ગતિમાં જવું ન પડે. ઉત્તમ ક્ષમાની સાથે અનેક ગુણાના સમૂહ પ્રગટ થાય છે. મુનીશ્વરાને તેા ઉત્તમ ક્ષમા અત્યંત પ્રિય છે. ઉત્તમ ક્ષમાને જ્ઞાની જન ચિંતામણિ રત્ન સમાન ગણે છે. ઉત્તમ ક્ષમા મનને ઉજ્જવળ કરે છે. ક્ષમા વિના મનની ઉજ્જવળતા અને સ્થિરતા કદાપિ થતી નથી. સર્વ મનેરથા પૂરનારી એક ક્ષમા જ છે.