________________
સમાધિÀાપાન
૨૬૨
ક્રાધ જીતવાની ભાવના :—
કઈ દુર્વચન આદિથી દુ:ખી કરે, ગાળા દે, ચાર, અન્યાયી, પાપી, દુરાચારી, દુષ્ટ, નીચ, ચંડાળ, કૃતઘ્રી એવાં અનેક કુવચન કહે, ત્યારે જ્ઞાની એવા વિચાર કરે કે મેં આના અપરાધ કર્યાં છે કે નહીં? જો અપરાધ કર્યો હોય તથા રાગ, દ્વેષ, મેહને લઈને તેને કઈ વાતે દુઃખી કર્યાં હાય, તે હું અપરાધી છું. મને ગાળ દે છે, ધિક્કારે છે, નીચ, ચાર, કપટી, અધર્મી કહે છે તે વાજબી છે; એથી વધારે દંડ દે તાપણ વાજખી છે. મેં અપરાધ કર્યાં છે તેથી મારે ગાળ સાંભળીને ક્રોધ કરવા યેગ્ય નથી, અપરાધીને નરકમાં શિક્ષા ભાગવવી પડે છે, તે મારા નિમિત્તે એને દુ:ખ થયું એટલે ક્રોધમાં આવીને તે કડવાં વચન કહે છે; આવે વિચાર કરીને જ્ઞાની ક્ષમા કરે છે, ક્રોધ કરતા નથી.
દુર્વચન કહેનાર મંદ કષાયવાળા હાય તા તેની પાસે જઈને ક્ષમા આપવા વિનંતિ કરવી અને કહેવું કે “ હું કૃપાળુ ! પ્રમાદ કે કષાયને વશ થઈને મેં અજ્ઞાનીએ આપને દૂભા છે તે અપરાધની હું માફી માગું છું; હવેથી એવી ભૂલ નહીં કરું. મોટા પુરુષો એક વખત ભૂલની માફી આપે છે.”
જો સામેા માણસ ન્યાય રહિત, તીવ્ર કષાયવાળા હોય તે તેની પાસે તરત માફી માગવા જવું નહીં; ક્રોધ શમવા યેાગ્ય કાળ ગયા પછી તેની માફી માગવી.
જો પાતે અપરાધ કર્યાં ન હેાય પણ ઇર્ષા કે માત્ર દુષ્ટતાને લઈને કાઇ કુવચન કહે, ખાટું કલંક લગાડે કે