________________
દશ લક્ષણરૂપ ધર્મ (ક્ષમા)
૨૬૩ જૂઠા દોષ આપે તે જ્ઞાની કંઈ પણ છેટું લગાડતા નથી, પણ એ વિચાર કરે છે કે મેં એનું ધન લઈ લીધું હેય, જમીન–જાગીર ખૂંચવી લીધી હોય કે આજીવિકા તેડી હોય, ચાડી ખાધી હોય તથા તેનાં કલંક ઉઘાડાં પાડી મેં અપરાધ કર્યો હોય તે મારે પસ્તા કર ઘટે છે. પણ મેં અપરાધ કર્યો નથી તે મારે શી ફિકર છે? નામ, કુળને ઉદ્દેશીને તે જે દુર્વચને કહે છે, તે નામ, કુળ, જાતિ મારા સ્વરૂપથી ભિન્ન છે, હું તે જ્ઞાયક છું, જેને તે કહે છે તે હું નથી. હું જે સ્વરૂપે છું ત્યાં તે વચન પહોંચી શકતાં નથી. તેથી મારે ક્ષમા ગ્રહણ કરવી એ જ ઉત્તમ છે. જે દુર્વચન કહે છે તે મુખ, જીભ, દાંત, ઓઠ વડે શબ્દરૂપે પરિણમેલાં પુદ્ગલ પરમાણુ છે, તેનું શ્રવણ કરી જે મને વિકાર થાય તે એ મારી મહા અજ્ઞાનદશા ગણાય. એ ઈર્ષાવાળે, દુષ્ટ પુરુષ ગાળ દે છે તેને વિચાર કરીએ તે ગાળ શી વસ્તુ છે? ગાળ કંઈ વસ્તુ નથી, ક્યાંય વળગતી નથી, દેખાતી નથી. જ્ઞાની હોય તે અવસ્તુને લેવાદેવાને સંકલ્પ શાને કરે?
તે ચેર, અન્યાયી, કપટી, અધમી ઈત્યાદિ વચને કહે છે ત્યાં એમ વિચારવું કે હે આત્મા ! તું અનેક વાર અનેક જન્મમાં ચેર, વ્યભિચારી, અભક્ષ્ય-ભક્ષણ કરનાર, ભીલ, ચંડાળ, ચમાર, ગેલે, વાંદરે, કુતરે, ભૂંડ, ગધેડે ઈત્યાદિ તથા અધમ, પાપી, કૃતઘી થતું આવ્યું છે. હજી સંસારપરિભ્રમણ કરીશ તે વખતે અનેક વાર થઈશ પણ ખરે. અત્યારે તે માત્ર કૂતરે, ગધેડે કે ચેર, ચંડાળ