________________
૨૬૪
સમાધિસેપાન એવા શબ્દો જ કહે છે તે સાંભળીને કોધ કરે કે દુઃખી થવું એ મેટી ભૂલ છે.
એ દુષ્ટ માણસ દુર્વચન કહે છે એમાં એને વાંક નથી. મારા પૂર્વજન્મના પાપને ઉદય છે, તે એની મારક્ત એવા શબ્દો બોલાવે છે પણ મારા કર્મની નિર્જરા થાય છે એ મોટો લાભ મને થાય છે. તેમાં તેને ઉપકાર માનવા
છે. જે દર્વચન કહેનાર છે. તે જૂઠા દેષ આપવાથી પિતાનાં પુણ્યને સમૂહ તે ગુમાવે છે, પણ મારાં પાપ ધવે છે. આવા ઉપકારી પ્રત્યે હું જે કોધ કરું તે મારા સમાન કેઈ અધમ નથી.
જ્ઞાની એ વિચાર કરે છે કે તેણે દુર્વચન જ કહ્યાં છે પણ મને માર્યો નથી એટલું ભલું કર્યું, કારણ કે ક્રોધી તે પિતાના પુત્ર, પુત્રી, સ્ત્રી આદિને મારે છે. કઈ દુષ્ટ મારી બેસે તે જાણવું કે મને માત્ર માર માર્યો પણ પ્રાણરહિત નથી કર્યો એટલે લાભ છે, કારણ કે દુષ્ટ તે પોતાના પ્રાણની દરકાર કર્યા વિના સામાને વધ કરી બેસે છે. જે કોઈ પ્રાણરહિત કરે તે સમજવું કે એક વાર મરવાનું તે હતું બાંધેલા કર્મરૂપી દેવું છૂટ્યું; અહીં જ કર્મરૂપ દેવું પત્યું, જ્ઞાન, દર્શન, ક્ષમાદિ ધર્મને ક્રોધ વડે નાશ ન થયે એ મને મહાન લાભ થયે; કારણ કે પ્રાણધારણ તે ધર્મથી સફળ થાય છે. દ્રવ્યપ્રાણ તે પુદ્ગલમય છે. તેના નાશથી મારે નાશ થતો નથી.
જ્ઞાની વિચારે છે કે કલ્યાણનાં કાર્યોમાં અનેક વિડ્યો આવે છે, તે ભલે આ વિશ્ન આવ્યું. હવે હું સમભાવ રાખું