________________
દશ લક્ષણરૂપ ધર્મ (ક્ષમા)
૨૬૫ તે ઠીક, ઉપદ્રવ થાય ત્યારે ક્ષમા છેડીને હું વિકાર પામું તે અન્ય મંદ જ્ઞાની તથા કાયર, ત્યાગી તપસ્વીઓ દેખાદેખી ધર્મમાં શિથિલ થઈ જાય તેથી મારે જન્મ માત્ર અન્યના લેશને અર્થે જ થયે ગણાય. વીતરાગ ધર્મ ધારણ કરીને પણ ક્રોધી, વિકારી, દુર્વચન કહેનારે થાઉં તે મને દેખીને બીજા પણ કોધમાં પ્રવર્તવા લાગે, તેથી ધર્મની મર્યાદાને ભંગ કરી પાપની પરંપરા ચલાવનારાઓમાં મુખ્ય હું થયા ગણાઉં. માટે પ્રાણ જતાં પણ, ધન કે કીતિને નાશ થાય તેપણ મારે ક્ષમા ગુણ તજવા યોગ્ય નથી. પૂર્વે મેં અશુભ કર્મ બાંધ્યું હતું તે પાપનું ફળ હું ભેગવું છું; સામે માણસ તે નિમિત્ત માત્ર છે. એના નિમિત્તે પાપને ઉદય થયો ન હોત તે બીજા કોઈના નિમિત્તે થાત. ઉદયમાં આવેલું કર્મ ફળ આપ્યા વિના ટળતું નથી. આ અજ્ઞાની લેક મારા પ્રત્યે ક્રોધમાં આવી દુર્વચન આદિ વડે ઉપદ્રવ કરે છે તે વખતે હું પણ દુર્વચન આદિ વડે તેમને પ્રત્યુત્તર દઉં તે હું તત્ત્વજ્ઞાની શાને ? અજ્ઞાની જે જ થયે, તે તત્વજ્ઞાન શા કામમાં આવ્યું? યથાયોગ્ય ઉદયમાં આવેલું પાપકર્મ ભેગવતાં કર્યો વિવેકી આત્મા ક્રોધાદિકને વશ થાય? હે આત્મા, પૂર્વે બાંધેલું અશાતા કર્મ હમણાં ઉદયમાં આવ્યું છે, તેને કોઈ ઉપાય નથી. તે રેકી શકાય એવું નથી એમ જાણી સમભાવથી સહન કરે. જો ભેગવતાં સંક્લેશ ભાવ કરશે તે આ દુઃખ તે ભેગવવું જ પડશે અને ન મહાન અશાતાને (દુઃખને) બંધ બાંધશે. તેથી બનનાર છે તે ફરનાર નથી એમ જાણી નિઃશંક થઈ સમભાવથી સહન કરે.