________________
પ્રવચનવત્સલતાભાવના
૨પ૭ સમસ્ત દ્વાદશાંગ વિદ્યા સિદ્ધ થાય છે. સિદ્ધાંત સૂત્ર પ્રત્યે અને સિદ્ધાંતને ઉપદેશ કરનાર ઉપાધ્યાય પ્રત્યે સાચી ભક્તિના પ્રભાવે શ્રુતજ્ઞાનાવરણ કર્મને રસ સુકાઈ જાય છે ત્યારે સકલ વિદ્યા સિદ્ધ થાય છે. વાત્સલ્ય ગુણના ધારકને દેવ નમસ્કાર કરે છે. વાત્સલ્ય વડે જ અઢાર પ્રકારની બુદ્ધિ-ઋદ્ધિ અને આકાશગામિની ક્રિયા-ઋદ્ધિ, બે પ્રકારની ચારણ-ઋદ્ધિ, આઠ પ્રકારની વિઝિયા-ઋદ્ધિ, ત્રણ પ્રકારની બળ–દ્ધિ, સાત પ્રકારની તપ-દ્ધિ, છ પ્રકારની રસ–દ્ધિ, છ પ્રકારની ઔષધ–ઋદ્ધિ, બે પ્રકારની ક્ષેત્ર
ઋદ્ધિ ઇત્યાદિ અનેક ત્રાદ્ધિ શક્તિઓ પ્રગટ થાય છે. અહીં વાત્સલ્ય વડે જ મંદ બુદ્ધિવાળા પણ વિશેષ મતિજ્ઞાન અને વિશાળ શ્રુતજ્ઞાનવાળા થાય છે. પાપને પ્રવેશ થતું નથી. તપ પણ શેભે છે. તપમાં ઉત્સાહ વિના તપ નિરર્થક છે. આ જિનેન્દ્રને માર્ગ વાત્સલ્ય વડે જ શભા પામે છે. વાત્સલ્ય વડે જ શુભ ધ્યાનની વૃદ્ધિ થાય છે, સમ્યગ્દર્શન નિર્દોષ બને છે, દીધેલું દાન કૃતાર્થ થાય છે. પાત્ર (દાન લેનાર ધર્માત્મા) પ્રત્યે પ્રીતિ વિના તથા દાન દેવામાં પ્રેમ વિના દાન નિંદાનું કારણ થાય છે. જિનવાણીમાં વાત્સલ્ય જેને હશે તેને જ પ્રશંસાપાત્ર સત્ય અર્થ પ્રગટ પ્રકાશશે. જેનામાં જિનવાણી પ્રત્યે વાત્સલ્ય નથી, વિનય નથી તેને યથાર્થ ભાવ નહીં ભાસે, પણ વિપરીત ભાવ તે ગ્રહણ કરશે. આ મનુષ્યભવની મનેહરતા વાત્સલ્ય જ છે. વાત્સલ્ય રહિત હોય તે ઘણુ આકર્ષક વસ્ત્ર–અલંકાર ધારણ કરે તે પણ પગલે પગલે નિંદા પામે છે. યશ પામવે, ધન કમાવું, ધર્મ પામ વગેરે આ ભવનાં કાર્ય પણ ૧૭