________________
૨૫૬
સમાધિ-સે પાન રાખવા યોગ્ય વાત્સલ્યભાવ તે ચૂકે છે. રાતદિવસ ધનસંપદા વધારવા પ્રત્યે એ અનુરાગ વધે છે, કે લાખ રૂપિયા એકઠા થયા તે કરેડોની તૃષ્ણા કરીને આરંભ પરિગ્રહ વધારતાં, પાપમાં પ્રવીણતા વધારતાં, ધર્મ પ્રત્યે કરવા ગ્ય વાત્સલ્યભાવ અવશ્ય તજી દે છે. જ્યાં દાનાદિ કે પરોપકાર માટે ધન ખરચવાની વાત ચાલતી હોય ત્યાંથી દૂર રહે છે કે ચાલી જાય છે. બહુ આરંભ, પરિગ્રહ તથા અતિ તૃષ્ણાવડે પાસે આવતા નરકવાસને દેખતા નથી. તેમાં વળી પંચમ કાળના ધનાઢયો તે પૂર્વે મિથ્યા ધર્મ, કુપાત્રે દાન અને કુદામાં ગૂંચવાઈને એવાં કર્મ બાંધીને આવ્યા છે કે નરક, તિર્યંચ આદિ ગતિની પરંપરા અસંખ્ય કે અનંતકાળ સુધી છૂટે નહીં. તેમનાં તન, મન, વચન અને ધન ધર્મકાર્યમાં વપરાતાં નથી. રાતદિવસ તૃષ્ણ અને આરંભ વડે સ્પેશિત ભાવમાં રહે છે. તેમને ધર્માત્મા પ્રત્યે અને ધર્મ ધારણ કરવા પ્રત્યે કદી વાત્સલ્ય કે પ્રેમ ભાવ આવતું નથી. ધનરહિત ધર્માત્માને પણ હલકે માને છે.
હે આત્મહિતના ઈચ્છક ! ધનસંપદાને મહા મદ ઉપજાવનાર જાણી, દેહને અસ્થિર, દુઃખદાયી જાણી, કુટુંબને મહા બંધન જાણું, તે સર્વે પ્રત્યેથી પ્રીતિ ઉઠાવી લઈ પિતાના આત્મા પ્રત્યે વાત્સલ્યભાવ રાખે. ધર્માત્મામાં, વ્રત પાળનારમાં, સ્વાધ્યાયમાં, જિનપૂજામાં વાત્સલ્યભાવ કરો. જે સમ્યફચારિત્રરૂપ અલંકાર વડે સુશોભિત સાધુ જનની સ્તુતિ કરે, પ્રશંસા કરે, મહાભ્ય વધારે તેને વાત્સલ્ય નામને ગુણ હોય છે. તે સદ્ગતિ પ્રાપ્ત કરાવે છે અને કુગતિને નાશ કરે છે. વાત્સલ્ય ગુણના પ્રભાવથી જ