________________
પ્રવચનવત્સલતા ભાવના
૨૫૫ પાપથી ડરતા, ન્યાયમાર્ગી, ધર્મમાં અનુરાગ રાખનાર, મંદ કષાયી, સંતોષી એવા શ્રાવક તથા શ્રાવિકાના ગુણેમાં, તેમની સંગતિમાં અનુરાગ રાખ. સમસ્ત ઘર આદિ પરિગ્રહ છોડી, કુટુંબનું મમત્વ તજી, દેહમાં નિર્મમતા ધારી, પાંચ ઇદ્રિના વિષયે તજી, જમીન પર સૂએ, સુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ પરિષહ સહન કરવારૂપ સંયમ સહિત, ધ્યાન, સ્વાધ્યાય, સામાયિક આદિ આવશ્યક સહિત દીક્ષા ગ્રહણ કરે; સંયમ સહિત કાળ વ્યતીત કરે, તેમના ગુણોમાં અનુરાગ રાખ. મુનીશ્વરેની પિઠે વનમાં નિવાસ કરતા, બાવીસ પરિષહ સહન કરતા, ઉત્તમ ક્ષમાદિ ધર્મ ધારતા, દેહમાં નિર્મમતા રાખતા, પિતાને નિમિત્તે કરેલાં ઔષધ, અન્ન, પાન આદિ નહીં વાપરતાં, એક વસ્ત્ર એટલે કેપીન વિના સર્વ પરિગ્રહના ત્યાગી, એવા ઉત્તમ શ્રાવકોના ગુણેમાં અનુરાગ કર. દેવ, ગુરુ, ધર્મનું સત્યાર્થ સ્વરૂપ જાણું દ્રઢ શ્રદ્ધા સહિત ધર્મમાં રુચિવાળા અવિરત સમ્યફદ્રષ્ટિ ઉપર વાત્સલ્ય ભાવ કરે. આ સંસારમાં પોતાનાં સ્ત્રી, પુત્ર, કુટુંબ આદિમાં, દેહમાં, ઇદ્ધિના વિષયમાં, વિષયના સાધકેમાં અનાદિ કાળથી અનુરાગી થઈને તેમને માટે કપાઈ જાય છે, મરી જાય છે, બીજાને મારે છે એ કઈ મેહનું અદ્ભુત મહાભ્ય છે.
ધન્ય છે તે પુરુષને કે જે સમ્યકજ્ઞાનથી મેહને નાશ કરીને આત્માના ગુણેમાં વાત્સલ્યતા કરે છે. સંસારી જી તે ધનની લાલસા વડે અતિ આકુળ થઈને ધર્મ પ્રત્યે વાત્સલ્ય ભાવ તજે છે. ધન વધે છે ત્યારે અતિ તૃષ્ણા વધે છે. સર્વ ધર્મના માર્ગ ભૂલી જઈને ધર્માત્માઓ પ્રત્યે