________________
૨૫૪
સમાધિ પાન દેખીને મિથ્યાવૃષ્ટિના હદયમાં પણ ભારે મહત્ત્વ લાગે કે પ્રાણ જતાં પણ જૈનધમી અભક્ષ્ય ભક્ષણ કરતા નથી, તીવ્ર રિગ–વેદના આવતાં પણ રાત્રે ઔષધ કે પાણી પીતા નથી, ધન, આબરૂને નાશ થઈ જાય તે પણ અસત્ય વચન આદિ બેલતા નથી, મહા સંકટમાં આવી પડ્યા છતાં પરધન લઈ લેવાની બુદ્ધિ કરતા નથી, પિતાને પ્રાણ જાય પણ અન્ય જીવની ઘાત કરતા નથી. શીલની દ્રઢતા, પરિગ્રહની મર્યાદા અને પરમ સંતોષ ધારણ કરવાથી આત્મ–પ્રભાવના અને માર્ગ–પ્રભાવના પણ થાય છે. સર્વ ધન જતું હોય, અને પ્રાણ પણ જતા હોય તે પણ ધર્મની નિંદા, હાસ્ય કદાપિ કરાવે નહીં તેને સન્માર્ગ–પ્રભાવના અંગ હોય છે. આ પ્રભાવનાને મહિમા કરેડ જીભે વડે પણ કોઈ વર્ણવવા સમર્થ નથી. તેથી હે ભવ્ય જને! ત્રણે લેકમાં પૂજ્ય જે પ્રભાવના અંગ તે ધારણ કરે, તેની જ ભક્તિ કરે, તેની પૂજા કરે, મહા અર્ધ ઉતારણ કરે. જે પ્રભાવનાને દ્રઢતાથી ધારણ કરે છે તે ઈંદ્રાદિ દેવને પૂજવાયેગ્ય તીર્થંકર થાય છે.
૧૬. પ્રવચનવત્સલતા ભાવના –
પ્રવચન એટલે દેવ, ગુરુ અને ધર્મ, તેમાં વાત્સલ્ય એટલે પ્રીતિ–ભાવ, તેનું નામ પ્રવચન વાત્સલ્ય છે. જે ચારિત્ર ગુણવાળા છે, શીલના ધારક છે, પરમ સમતા ભાવે બાવીસ પરિષહ સહન કરનાર છે, દેહમાં નિર્મમતાવાળા છે, સર્વ વિષયવાંછા રહિત આત્મહિતમાં ઉદ્યમી છે અને પરને ઉપકાર કરવામાં સાવધાન છે એવા સાધુ જનેના ગુણેમાં પ્રીતિરૂપ પરિણામ કરવાં. વતન ધારક અને